જી.કે. જનરલ અદાણી હોસ્પિટલમાં જુલાઇ માસમાં ૨૦ હજાર દર્દીઓએ સારવાર લીધી

કોરોના હળવો થતાં દર્દીઓની સંખ્યામાં ઉત્તરોતર થતો વધારો

ભુજ : અદાણી સંચલિત જી.કે. જનરલ હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓમાં ઘટાડો નોંધાવાની સાથે જ જુદા જુદા રોગના દર્દીઓએ પુનઃ સારવાર લેવાનું શરૂ કરતાં હોસ્પિટલની ઓપીડીમાં જુલાઇ માસમાં ૨૦ હજાર જેટલા દર્દીઓએ સારવાર મેળવી હતી. દર્દીઓએ જૂન માસથી જ સારવાર લેવાનું શરૂ કર્યું છે અને ઉત્તરોતર વધારો નોંધાઈ રહ્યો છે.
ઉપલબ્ધ વિગતો મુજબ ઓપીડીમાં સૌથી વધુ દર્દીઓ મેડિસિન વિભાગમાં જૂનમાં ૧૮૦૦ હતા જ્યારે જુલાઈમાં ૨૯૦૦ જેટલા દર્દીઓ આવ્યા. કારણ અંગે મેડિસિન વિભાગના તબીબોએ કહ્યું કે, કોરોના પછી રૂટિન સારવાર લેતા દર્દીઓ ઉપરાંત વરસાદી અને વાદળછાયું વાતાવરણ મુખ્ય કારણભૂત છે. જેને કારણે ઉધરસ, શરદીના દર્દીઓ વધુ હોતા આ વધારો નોંધાયો છે. દર્દીઓ દરેક વિભાગમાં સારવાર લેતા થયા છે, જેમાં મેડિસિન પછી, ઓર્થો (હાડકાં)ના નાના મોટા જૂનમાં ૧૮૦૦ની સામે જુલાઈમાં ૨૪૦૦ની સંખ્યા પાર કરી ગઈ. એવું જ કાન, નાક અને ગળાના કુલ ૩૦૦૦ દર્દીઓએ બે મહિનામાં સારવાર મેળવી. નોંધપાત્ર દર્દીઓ ચામડીના જાેવા મળ્યા. જેમ ઓપીડીની સ્ંખ્યામા વધારો થયો તેમ સ્વાભાવિકપણે સબંધિત ઓપરેશનની સંખ્યા પણ વધતી હોય છે. જૂનમાં ૩૩૪ શસ્ત્રક્રિયા થઈ તો જુલાઈમાં ૪૦૦ પાર કરી ગઈ. બંને માસમાં સરેરાશ પ્રસૂતિ ૨૦૦ જેટલી ગાયનેક વિભાગમાં થઈ છે. તો બીજી તરફ રેડિયોલોજી અંતર્ગત થયેલા પરિક્ષણમાં રાબેતા મુજબ એક્સ-રે માં જૂનના ૬૪૦૦ તો જુલાઈમાં ૮૩૦૦ એક્સ-રે થઈ ગયા. એવું જ સિટીસ્કેન અને સોનોગ્રાફીમાં આંશિક વધારો નોંધાયો છે. જાેકે. એમ.આર.આઈ. જૂનમાં ૮૦૦ થઈ તો જુલાઈમાં ૪૦૦ થઈ હતી. ઉપરાંત બ્લડ ટેસ્ટની બે માસની સરેરાશ સંખ્યા ૫૦,૦૦૦ જેટલી થઈ છે.