જીવીશું તો લડીશું અને લડીશું તો જીવીશું

હાર્દિક પટેલે ટવીટ કરીને ગુજરાત સરકાર, સીએમ, ગૃહમંત્રી સામે લગાવ્યા ગંભીર આક્ષેપ : ઉત્તરાખંડના સીએમ હરીશ રાવત પહોચ્યા અમદાવાદ : પારણા કરાવવાના કરશે પ્રયાસ

અમદાવાદ : હાર્દિક પટેલ દ્વારા આજ રોજ ગંભીર આક્ષેપ લગાવવામા આવ્યા છે તેણે ટવીટ કરીને કહ્યુ છે કે જીવીશુ તો લડીશુ અને લડીશુ તો જીવીશું. તેણે કહ્યુ છે કે, રાજયના સીએમ અને ગૃહમંત્રી દ્વારા ડીસીપીને છુટોદાર અપાયો છે જે મારી સામે અને પાસના સભ્યોની સામે દાદાગીરીની તમામ હદ વટાવી રહ્યા છે. આંદોલનકારીઓને અપશબ્દો બોલી રહ્યા છે. ખાખીની મર્યાદાનું ઉલ્લઘન કરવામા આવી રહ્યુ છે.