‘જીપ્સમ પાવડર’ના નામે સિગારેટ સ્મગલીંગનો ચેન્નઈથી મુંદરા સુધી ધીકતો ધંધો

ઈન્ડોનેશિયાથી ભારતમાં વિદેશી પ્રતિબંધિત સિગારેટ દાણચોરીની ચોકકસ ટોળકી-સિન્ડીકેટ સક્રિય હોવાનો સંકેત : ગત ફેબ માસમાં જ ભારતમાં મુંદરા-ચેન્નઈ પોર્ટ પર કુલે ૧૦ કરોડથી વધુની દાણચોરીયુકત સિગારેટ એક જ એમ.ઓ.થી મંગાવાઈ હોવાના સત્તાવાર રીતે થયેલા ખુલાસા વખતે સૂચક સંકેત

 

નોંધનીય છે કે, અગાઉ કચ્છમાં ગાંધીધામ-આદિપુર-ભુજ-થી માંડી અને ભાવનગર સુધી સિગારેટ દાણોચોરીની ગેંગના વિધિવત ખૂલ્લી ચૂકયા છે નામ

 

પેકેઝ્‌ડ કોમોડીટી એકટ ર૦૧૧ના ઉડે છે ધજાગરા
ગાંધીધામ : નોધનીય છે કે, કાયદાકીય રીતે પેકેજડ કોમોડીટી એકટ ર૦૧૧ મુજબ નામ, સરનામુ, ઉત્પાદક અને આયાતકરનાર તથા પ્રોડકટની સંખ્યા, ઉત્પાદનની તારીખ-વર્ષ સહિતની વિગતો આવા સીગારેટના પેકેજ પર દર્શાવવી ફરજીયાત બનાવાયેલી છે પરંતુ મુંદરા અને ચેન્નઈ બન્નેમાં પકડાયેલ આ જથ્થાઓમાં કયાંય આવી નોંધ જોવા મળી શકી નથી.એટલે પેકેજડ કોમોડીટી એકટ ર૦૧૧ના કાયદાના પણ ધજાગરા ડાળવામાં આવ્યા છે.

 

 

ગાંધીધામ સહિતના હાઈફાઈ પાનપાર્લરની તપાસ જરૂરી
પ્રતિબંધિત વિદેશી સ્મગલીંગ યુકત સિગારેટનો વપરાશ હુક્કાબારમાં પણ મોટા પ્રમાણમાં થતો હોવાની છે આશંકા
ગાધીધામ : પૂર્વ કચ્છના ઔદ્યોગીક પાટનગરમાં ગોરખધંધાઓ કયા નથી ચાલતા? અહી વિદેશી દાણચોરીયુકત સિગારેટનું ચલણ પણ તગડુ હોવાની ચર્ચા થવા પામી રહી છે. કેટલાક હાઈફાઈ પાનના ગલ્લાઓ આવી સિગારેટના અડ્ડા હોવાનુ મનાઈ રહ્યુ છે. જો કે ગુંડાગગરમ જેવી સ્ટ્રોબરી સહિતની ફલેવરમાં મળતી સિગારેટનો હુકકાબારમાં પણ મોટા પ્રમાણમાં ઉપયોગ કરવામા આવતો હોવાનુ મનાય છે.

 

‘ગુંડાગગરમ’ની ચુસ્કી યુવાનોમાં કેમ છે હોટફેવરીટ?
ગાંધીધામ : ઈન્ડોનેશીયામાં બનતી ગુંડાગગરમ બ્રાન્ડ યુવાનોમાં વધારે ફેવરીટ છે. તેના પછવાડેનું કારણ કે તે ફલેવરર્ડ હોય છે. અને ક્રશ્સ કલોવ, ક્લોવ ઓઈલ અને તમ્બાકુની સાથે આ સિગારેટમાં ક્લોવ ફલેવર ભરાળવવામા આવતી હોવાથી યુવાનોમાં ખાસ કરીને તેનું ચલણ વધારે છે અને હોટફેવરીટ હોવાનુ મનાય છે. ઉપરાંત તેઓ ભારતીય સિગારેટ કરતા વધુ સલામત સિગારેટની ચુસ્કી લેતા હોવાનુ પણ માનતા હોય છે.

 

 

ગાંધીધામ : ભારતીય યુવાનોમાં નશાના ચલણને વધતા રોકવાને માટે કેન્દ્રમાં નરેન્દ્ર મોદી સરકાર આવ્યા બાદ બજેટમાં સિગારેટ જેવા ધ્રુમપાનના પર્દાર્થો ફર એકસાઇઝ ડયુટી વધારી દેવાઈ અને તેની મોંઘી વસ્તુઓની યાદીમાં સમાવિષ્ટ કરી દીધી. સરકારને એમ હતુ કે આમ કરવાથી યુવાનોમાં નશાની લત્ત ઓછી થશે પરંતુ ભેજાબાજ દાણચોર તત્વો ઉલ્ટાનું આ પ્રકારની સરકારની કડકાઈનો ગેરલાભ લઈ લીધો હોય તેવી રીતે વિદેશથી સિગારેટ પ્રતિબંધ હોવા ઉપરાંત આયાત કરી અને યુવાધનને નશાના રવાડે ચડાવી ચૂકયા છે. ખાસ કરીને કચ્છના મુંદરાથી લઈ અને ચેન્નઈ પોર્ટ સુધીમાં હાલમાં જીપ્સમ પાવડરના બહાને ઈન્ડોનેશીયાથી સિગારેટ આયાત કરવાના ધીકતા ધંધાનો ડીઆરઆઈ દ્વારા જ પર્દાફાશ કરવામા આવી ચૂકયો છે.
નોધનીય છે કે ગત ૧૪મી ફેબ્રુઆરીના રેાજ કચ્છના મુંદરા પોર્ટ ખાતેથી ડીઆરઆઈ દ્વારા ૧.૪૪ કરોડની પ્રતિબંધીત દાણોચીરયુકત સીગોટરનો જથ્થો પકડી પાડવામા આવી હતી. ે મુંદરા બંદરે આયાત કરવામા આવેલા અને જીપ્સમ પાવડર ડીકલેર કરેલા કન્સાઈન્ટમેન્ટમાંથી આ સિગારેટનો તગડો જથ્થો પકડાયો હતો. ચેમ્પીયન ઈમ્પેક્ષ પ્રા.લી.નામની કંપનીએ આ જથ્થો આયાત કર્યો હતો. તે વખતે મુંદરા ખાતે ડીઆરઆઈ દ્વારા બે કન્ટેઈનરોમાં ૧૯પ૦ જેટલી જીપ્સમ પાવડરની બેગસની ચકાસણીઓ કરી હતી. તપાસનમા અંતે એવુ સામે તે વખતે આવ્યુ હતુ કે, પ૦ બોક્ષ સીગારેટના હતા જે જીપ્સમની બેગ્સમાં છેલ્લી બે રોમાં વીટાળીને રાખેલા હતા. આ બોક્ષને ખોલતા તેમાથી ગુંડાગગરમ સીગારેટનો જથ્થો મળી આવવા પામ્યો હતો. તો વળી બીફજીતરફ સમાંતર રીતે જ ં ફેબ્રુઆર ર૦૧૮ના મહીનામાં જ નવ કરોડની કિમંતની ૭૦ લાખ સિગારેટની સ્ટીકસ ચેન્નઈ પોર્ટ પરથી ડીઆરઆઈએ ઝડપી પાડી હતી. નવ કન્ટેઈનરની ચકાસણી તે વખતે કરાઈ હતી.આ તમામમાં પણ જીપ્સમ પાવડર ડીકલેર કરાયા હતા. તે વખતે પ્રામથીક તપાસમાં વાત બહાર આવી હતી તે અનુસાર ૪૯૦ બ્રાઉન કલરના બોક્ષમાં જીપ્સમ પાવડરની થેલીઓ હતી. જેમાં અદરથી ખોલવામા આવતા તેમાં ૬૦ બોક્ષ સીગારેટના મળી અવ્યા હતા જેમાં ગુંડાગ ગરમ ઈન્ટરનેશન બ્રાન્ડની ઈન્ડોનેશીયાની સીગારેટ મળી આવી હતી. એક જ માસમાં દેશના બે અલગ અલગ પોર્ટ પર એક જ મોડસ ઓપરેન્ડીથી સિગારેટ દાણચોરીના કારસ્તાનો પકડાય તો શું સમજવુ? એક વાત તો નિશ્ચિત છે કે આવા કારસ્તાનને અંજામ આપનારી સિન્ડીકેટ ટોળકી તો એક જ છે..? બે અલગ અલગ દરોડા ડીઆરઆઈ દ્વારા પાડવામા અવ્યા છે અને અંદાજે દસ કરોડથી વધારેની સિગારેટ ઝડપી લેવામા આવી છે ત્યારે આવા ધીકતા ધંધાઓ હજુય બેફામ નહી હાયે તેની શું ખાત્રી? પકડેલા ઉપરાંતના અન્ય આવા કેટકેટલા કન્સાઈન્મેન્ટ આ જ રીતે મિસડીકલેરેશન કરીને ઘુસાડી નહ દેવાયા હોય તે કેમ માની શકાય..?