જીદ્દી હાર્દિકે હઠ્ઠ ત્યજી : પારણાંની જાહેરાત

૧૮ દિવસ બાદ આમરણાંત ઉપવાસનો અંત : પાસના કન્વીનર દ્વારા આજે પત્રકાર પરિષદ યોજીને કરાઈ જાહેરાત : ખોડલધામના પ્રમુખ નરેશભાઈ પટેલ અને ઉમાધામના પ્રહલાદ પટેલના હસ્તે હાર્દિક બપોરે ત્રણ કલાકે કરશે પારણા

 

પાસની ૩ માંગ રહેશે યથાવત : કાર્યક્રમો છે બરકરાર : અલ્પેશને જેલમુકત નહીં કરાય તો સુરતથી સૌરાષ્ટ્ર સુધી વિરોધ-પ્રદર્શન યાત્રાઓ યોજાશે : સરકારે હાર્દિકની સાથે સીધી વાત કરવા સુદ્ધાનો પ્રયાસ નથી કર્યો

 

અમદાવાદ : પાટીદારોને અનામત અને ખેડુતોને દેવામાફી સહિતના વિષયો મામલે આમરંણાત ઉપવાસનો આરંભ કર્યા બાદ દેશભરના વિવિધ વિપક્ષદળોના સમર્થન પામેલા પાસના હાર્દિક પટેલે અંતે હઠ્ઠ ત્યજી છે અને આજ રોજ તેઓ પારણા કરી રહ્યા હોવાની સત્તાવાર જાહેરાત પાસના કન્વીનરે કરી છે. મનોજ પનારાએ કહ્યુ છે કે, હાર્દિક જીદી છે પરંતુ સમાજના હિત માટે લડી રહ્યો છે અને તેઓ આજે પારણા તો કરી રહ્યા છે પરંતુ જીવીશું તો લડીશુ અને લડીશુ તો જીવશુંનો તેમનો સુત્ર અને પાસની ત્રણ માંગ હજુય યથાવત જ રહેવા પામી હોવાની વાત સામે આવી રહી છે.
મનોજ પનારાએ આજરોજ પત્રકાર પરીષદ યોજી હતી અને તેઓએ આજે એક મોટી જાહેરાત કરી છે. તેઓએ કહ્યુ હતુ કે જે રીતે ગત રોજ અમારી સંસ્થાના પ્રતિનિધીઓએ હાર્દિકભાઈએ પારણા કરી લેવા જોઈએ તેવી વડીલો વાત કરી હતી અને વડીલો માત્ર અહી આવ્યા છે પરંતુ આખાય સમાજ જેમાં ખોડલધામ, ઉમાધામ અને વિવિધ મુખ્ય સંસ્થાઓએ સમાજની વિનંતી લઈ અને પારણા માટેની વાત કરવા આવ્યા હતા. સમાજના તમામે તમામ લોકોએ હ ાર્દિકે પારણા કરી લેવા એકત્રીત થયા છે અને તેમાંથી પાંચથી છ વડીલો પાસ પાસે આવ્યા હતા. સમાજની માંગણી, છ મુખ્ય અને બાકીનીપેટાસંસ્થાઓના પ્રતિનિધીઓ તરીકે વિનંતી કહો અને આગ્રહ સમજો તો આગ્રહ તે કરીએ છીએ અને હવે પારણા કરી લેવા જોઈએ. આજે ૧૧ કલાકે સમીતીના તમામે તમામ સદસ્યો અને કન્વીનરોે બોલાવી લીધા છે. ૩ વર્ષથી આંદોલનની સાથે રહેલા તમામ કાર્યકર્તા, હાર્દિકભાઈના સમર્થકોનો સંપર્ક કરી, વાતચીત કરી અને હાર્દિકભાઈ પાસે પ્રસ્તાવ મૂકયો હતો કે, હાર્દિક પટેલ સમાજની ધરૂ છે. તે દેશના ખેડુતો, ગરીબોની ધરોહર છે. હાર્દિક પટેલ જીવવા જોઈએ તેવી તમામની માંગ છે. શારીરીક રીતે જો હાર્દીક ક્ષીણ થાય તો પાટીદાર સમાજ અને ખેડુતો તથા ગરીબોનો આધાર ગુમાવાનો થાય તે કોઈને પણ પરડે તેમ નથી. તેઓએ કહ્યુ કે, હાર્દિક આજે પારણા કરશે. હાર્દિક પટેલ ખોડલધામ સમાજના નરેશભાઈ પટેલ, ઉભામાધાના પ્રમુખ પ્રહલાદ પટેલના હસ્તે તેઓ પારણા કરશે.
જો અલ્પેશ કીથીરીયાને જેલમુકત નહી કરાય તો સુરતથી લઈ અને સૌરાષટ્ર સુધીમં જે રીતે આંદોલન કરવામા આવશે તે રીતેની તમામ જવાબદારીઓ સરકારની રહેશે. જે કાર્યક્રમો જાહેર કરાવમા આવી ગયા છે તે અનુસાર તમામ યથાવત રહેશે. હાર્દિક પટેલનું સ્વાસ્થય સારૂ થાય પછી તેઓ પણ આ તમામ કાર્યક્રમમાં જોડાશે. ગણપતિ ઉત્સવમાં પણ આ મુદાને જોડવાનો પણ આગ્રહ અને અનુરોધ કરાયો હતો. જયારે અંગ્રેજો ભારતમાં રાજ કરતા હતા ત્યારે મહારાષટ્રમાં આઝાદીની લડાઈમાં ગણેશજીનું સ્થાપન કરી અને પાટીદારોના મુદાની સ્થાપના પણ યુવાનો ગણેશજીની સ્થાપના સાથે કરે અને તેથી આવતા સમયમાં સરકારને જુકવુ પડે તે રીતે આગળ આવવા અનુરોધ કર્યો છે.