જીત ભાજપની પણ વાત રાહુલની જ થઈ : શિવસેનાએ ભાજપ પર કર્યા વાર

મુંબઈ : ગુજરાતના પરીણામો આવ્યા બાદ શીવસેનાએ ફરીથી ભાજપને આડેહાથ લીધી છે. સામનામાં પ્રસીદ્ધ લેખમાં કહેવાયુ છે કે, ભાજપની ભલે જીત થઈ છે પરંતુ કોગ્રેસ પણ અહી હારી નથી. શકિતમાન યુવાનોએ ભાજપને ૧૦૦ સુધીના આંકમાં જ અટકાવી દીધા છે. ૧પ૦ બેઠકો મળવાની વાતો કરનારાઓને ૧૦૦ બેઠકો સુધી પણ પહોંચવા ન દેવાયા. શિવસેનાએ કહ્યુ છે કે, વર્ષ ર૦૧૯માં શું થવાનુ છે તેનો ગુજરાતનું પરીણામ સંકેતરૂપ જ કહી શકાય તેમ છે.