જીતશે કચ્છ-હારશે કોરોના

  • કોરોનાથી ડરો-ના : ટીમ કચ્છ બનીને મહામારીને હરાવીએ

૧૯૯૮ના વાવાઝોડાની હોનારત અને ર૦૦૧ના મહાવિનાશક ભુકંપ બાદ તહસનહસ થઈ ગયેલ કચ્છ, આજે કચ્છીમાડુઓની હામ-હિમંતથી જ વિકાસનુ બેનમુન મોડેલ વિશ્વ સમુદાય સામે બનીને ઉભું છે : કોરોનામાં પણ જરૂરથી જીતીશું, જરૂર છે માત્ર સંપ-સંકલન વધારવાની…!

મિત્રો, હાલમાં કોરોનાની વૈશ્વીક મહામારીએ માજા મુકી છે. કચ્છમાં પણ વાગડથી લઈ અને અબડાસા-લખપત સુધી આ બીમારીને લઈને લોકોમાં ગભરાટ સાથેનો આંતરીક ઉહાપોહ મચેલો છે. હકીકતમાં વર્તમાન સમય કોરોનાથી ગભરાવાવના બદલે સમજણ-સાવચેતી અને જરૂરી સંકલનની સાથે તેની સામે નીડરતાથી લડવાનો છે. કચ્છ આખાયની ફરીથી વધુ એક વખત કસોટી થવા પામી રહી છે. કુદરતી હોય કે કૃત્રિમ આફત કચ્છ હિમંત-હામ ભેર આવી આપદાઓ સામે લડીને પહેલા કરતા પણ સારી રીતે બેઠુ થયુ હોવાના દાખલાઓ-સાક્ષાત્કાર વાવાઝોડા અને ભુકંપ જેવી ઘટનાઓના સમયે આપણે જોઈ ચૂકયા છીએ. કોરોનાની મહામારી તો કંડલા વાવાઝોડા હોનારત અને ધરતીકંપના પ્રમાણમાં કંઈ જ ન કહી શકાય.મિત્રો, લોકબોલી અને સંસ્કૃતિ માત્ર જ આ પ્રદેશને વિશ્વ આખાયથી અલગ નથી પાડતી પરંતુ આ જિલ્લાની અને કચ્છીમાડુની ખમીરી અને ખુમારી પણ કંકઈ અલાયદી જ છે. અફાણ રણ પ્રદેશ-વિશાળ ઘુઘવતો દરિયો અને ઉંચા ડુંગરોની હારમાળાથી સુશોભિત કચ્છ પ્રદેશના ખમતીધર કચ્છીમાડુંઓ કુદરતી હોય કે કૃત્રિમ કોઈ પણ પ્રકારની આપદાઓ જરા સહેજ પણ ડગાયા વિના હામભેર, ખભ્ભેથી ખભ્ભા મિલાવી અને બેઠા થતા રહ્યા છે અને વિશ્વ સમુદાયને નવી રાહ ચિંધતા રહ્યા છે.

કચ્છીમાડુઓએ વધુ એક વખત ખુમારી-ખમીરીના કરાવવાના છે દર્શન

૧૯૯૮ના મહાવિનાશક કંડલા વાવાઝોડા હોનારતની વાત હોય કે પછી ર૦૦૧ના ભયંકર-ભયાવહ ધરતીકંપની જ રાષ્ટ્રીય આપત્તી સમાન વજ્રઘાત શુ કામ જ ન હોય..! કચ્છીમાડુઓ આવી આપદાઓનો હિમંતભેર સામનો કરીને ફીનીક્ષ પક્ષીની જેમ આજે બેઠા થઈ ગયા હોવાનો જીવંત દાખલો દુનીયા સમક્ષ મોજુદ છે. કચ્છની સાહસિકતા, હિમંત, નીડરતા અને એકસુત્રતા તથા એકસંપની મિશાલ કંકઈ અલગ જ રહેતી આવી છે. કંડલા વાવાઝોડા હોનારત અને ધરતીકંપમાં તો કચ્છ આખુય વેરવિખેર-તહસનહસ થવા પામી ગયુ હતુ, એ આપણે સૌ જાણીએ છીએ, ૧૦૦ વર્ષ સુધી કચ્છ ફરીથ બેઠુ થશે કે નહી, જનજીવન અહી ધબકશે કે કેમ? તેવા અનેક સવાલો ઉભા થવા પામી ગયા હતા પરંતુ કચ્છીમાડુઓ આપબળે-સ્વબળે આજે નેત્રદિપક વિકાસનુ રોલમોડેલ ન માત્ર ગુજરાત-ભારત બલ્કે પ્રવાસન ક્ષેત્રે તો વિશ્વનુ તોરણ બનીને બેઠુ છે તે આપણે સૌ જોઈ શકીએ છીએ. તો પછી કોરોનાની કચ્છીમાડુઓ સામે શું વીસાત? અહી કોરોનાની સામે આપણે ગલફલાતાઈ દાખવવાની વાત નથી કરવી, પણ કચ્છીમાડુઓની તાકાત-હિમંત અને આવી કસોટીઓ પાર કરવાની ક્ષમતા યાદ અપાવવાની છે. ભુકંપ અને વાવાઝોડા જેવી આફતો આપણે સૌએ જોઈએ છે. અનુભવી છે. તે વખતે કચ્છ આખુય તહસનહસ થવા પામી ગયુ હતુ. આ જિલ્લો ફરીથી બેઠો થશે કે નહી તેવા સવાલો હતા. પરંતુ આગામી એક સદી સુધી કચ્છનો વિકાસ સંભવ ન હતો તેવો વિકાસ ભુકંપની ઘટના બાદ કચ્છીમાડુઓએ પરસ્પર એકબીજાનો હાથ પકડીને બેઠાથઈન

કોરોનામાં આમપ્રજાજનો જાગૃત બને, જનપ્રતિનિધીઓ વાસ્તવિક ફરજ અદા કરી દેખાડે, સમાજો પણ સાચી રીતે આગળ આવે, સંસ્થાઓ ઉતદારીયત્વ નિભાવે

કરી દેખાડયો છે. મિત્રો અહી જાતને પુછો કે કોરોનાની આફત શુ ભુકંપ અનેવાવાજોડા કરતા વધુ ખતરનાક છે? તેની સંવેદના ચોકકસથી વધુ છે, બેફિકરાઈ ચાલી જ ન શકે, પણ કચ્છની જયા સુધી વાત છે ત્યાં સુધી કચ્છ તો આવી સ્થિતીમાં અન્યોને આપતુ રહ્યુ છે. કચ્છનો હાથ હમેશા ઉપર રહ્યો છે. હાલમાં કોરોનાની સ્થિતીમાં પણ સિલિન્ડરના બાટલાઓથી લઈ અને અનેકવિધ સુવિધાઓ કચ્છમાંથી રાજયોને પુરી પાડવામા આવી રહી છે. કચ્છની ખુમારી અલગ જ છે. આપણે આ બીમારીની સામે પણ ટકી જઈશુ. કોરોના હારશે-કચ્છ જીતશે તેમાં બેમત નથી. ગભરાટની કે હતાશાની સ્થિતી સહેજ જોવાઈ રહી છે તેમાં સારવાર કે વસ્તુઓ-મેડીકલ સાધન સામગ્રીનો અભાવ નથી, સરકાર તમામ વસ્તુઓ પુરી પાડી રહી છે, પરંતુ કચ્છમાં માત્ર અને માત્ર સંકલનનો અભાવ વધારે દેખાવવા પામી રહ્યો હોય તેવુ નથી લાગતુ? તંત્ર-પદાધિકારીઓ-પ્રજાજનો સહિતનાઓની વચ્ચે જરૂરી સંકલન ન થતુ હોય તેવુ દેખાઈ રહ્યુ છે. અને તેથી જ કયાંક ને કયાંક ગભરાટ વધેલી જોવાઈ રહી છે. જવાબદારો માત્ર અને માત્ર ફોટોશેશનમાં જ વ્યસ્ત હોય તેમ વધુ લાગી રહ્યુ છે. વાસ્તવિક વ્યવસ્થાઓ-સંકલન-દર્દઓ-આમપ્રજાજનોને જરૂરી આશ્વાસન-જાગૃતી ફેલાય તેવા પ્રયાસો થતા પ્રમાણમાં ઓછા દેખાઈ રહ્યા છે તે પણ કચ્છમાં નાહકની કોરોનાથી ઉહાપોહ સર્જી રહ્યા હોય તેમ વધુ લાગી રહયુ છે. સરકાર પર પણ માત્ર માછલા ધોવાથી સુવિધાઓ મળતી નહી થઈ જાય. આ સમય છે સેવાનો. વિવિધ સમાજોએ પણ આગળ આવવુ જોઈએ. હાલમાં પ્રસંગો-મેળાવડાઓ પર

જેઓ જીંદગીમાં આશાના દિપક ઝળહળતા રાખે છે,તે પોતાના હોંસલાઓની પાંખોથી ઉડાન પરે છે..!

પ્રતિબંધ છે તો તેમની સમાજવાડીઓ ખાલી પડી છે ત્યારે કોરેાના કોવિદ કેર વીકસવવા આ સમાજવાડીઓ સરકારને સહારે આવે. સરકારને આવા ભવનો સુપરત કરે. એસી હોલ જે વાડીઓમાં આવેલા છે ત્યા આઈસીયુ જેવી સુવિધાઓ વીકસાવાય. સમાજના તબીબો સમાજના લોકોને માટે ખુદ આગળ આવે. કચ્છીજનો, કોરોનાની વર્તમાન સ્થીતીને જોઈએ જરાય પણ ગભરાવવા કે ડરવાની જરૂર નથી. કચ્છનો સુવર્ણ ભુતકાળ જોઈ-ચકાસી લેશો તો કોરોના જેવી બીમારીને માત આપવાની તો અપાર શકિત-ક્ષમતા કચ્છમાં છે. ઈશ્વર પર શ્રદ્ધા રાખીએ, કોરોનાના પ્રોટોકોલને અનુસરીએ, પરિસ્થીતી પરિવર્તન શીલ છે, આ સ્થિતી કાયમને માટે નહી રહે. જરૂરથી બદલાશે. કોરોનામાં આમપ્રજાજનો જાગૃત બને, જનપ્રતિનિધીઓ વાસ્તવિક ફરજ અદા કરી દેખાડે, સમાજો પણ સાચી રીતે આગળ આવે, સંસ્થાઓ ઉતદારીયત્વ નિભાવે તો ટીમ કચ્છ બનીને કોરોનાને જરૂરથી હરાવી જ શકાય તેમ છે.