જીએસટીના વિરોધમાં કિસાનસંઘ પાઠવશે આવેદન પત્ર

ભુજ : દેશના અમલી બનેલ જીએસટી સામે હજુ પણ વિરોધના સૂર ઉઠી રહ્યા છે. ત્યારે ડ્રીપ ઈરીગેશનમાં ૧૮ ટકા, ટ્રેકટર, પ્રેસર સહિતના યાંત્રીક ઓજારોમાં ૧ર ટકા તથા દવાઓ સહિતના જીએસટીના વિરોધમાં કચ્છ જિલ્લા ભારતીય કિસાન સંઘ દ્વારા ૧૧મી સપ્ટેમ્બરે જિલ્લા સમાહર્તાને આવેદન પત્ર પાઠવી રજૂઆત કરાશે. ભારતીય કિસાન સંઘ દ્વારા જીએસટીનો વિરોધ કરવાની સાથોસાથ વડાપ્રધાન પાક વિમા યોજનાની વિસંગતતાઓ દૂર કરીને તેને મરજીયાત બનાવવામાં આવે. ગત વર્ષના પાક વિમાની અપુરતી ચુકવણી નુકસાનીના સર્વેમાં ભેદભાવ અને વિમા કંપનીઓની ખોટી રીતરસમો તત્કાલ દૂરસ્ત કરીને સંપૂર્ણ કિસાન લક્ષી અભિગમ સાથે લાગુ કરવામાં આવે આગામી સમયેમાં બજારમાં આવનાર ચોમાસુ પાકો મગફળી, કપાસ, ડાંગર, મગ, એરંડા, અડદ, સોયાબીન સહિતના બજારો નીચા રહેવાની સંભાવના વચ્ચે હાલ તુરંત આગોતરૂ આયોજનથી ટેકાના ભાવથી ખરીદી અંગે તમામ મંજુરી તૈયારીઓની ઓપચારીકતાઓ પૂર્ણ કરવામાં આવે, આડેધડ વીજ ચેકિંગ સદંતર બંધ કરીને ૧ર૬થી ૧૩પની વીજ અધિનિયમની  કૃષિ વીજ ગ્રાહકો વિરોધ કલમો રદ્દ કરી વીજ ચેકિંગ સમયે દંડનીય બિલ બનાવવા નવીન ઈપીપીપીએના પરિપત્રને રદ્દ કરી કિસાનને ૩૦ દિનની સમય મર્યાદા અપાયે પછી આખરી બિલ આપવું, જૂના પડતર આવા તમામ કેસો માટે માંડવાડ યોજના (વન ટાઈમ સેટલમેન્ટ) યોજના તત્કાલ લાગુ કરવી સહિતના મુદ્દે અગ્રતાથી ગંભીરતા પૂર્વક યોગ્ય નિરાકરણ કરાય તેવી રજૂઆત કરાશે. એવું જિલ્લા સયોજક લક્ષ્મણભાઈ લાલજી વરસાણીની યાદીમાં જણાવાયું છે.