જિ.પં.ની કારોબારીમાં એનએ માટે ૧૯ જેટલી ફાઈલો અટકાવાઈ

૩૫ પૈકી માત્ર ૧૬ ફાઈલોને મંજુરી અન્ય ૧૯ ફાઈલો અપૂર્તતા અને ચકાસણી માટે પેન્ડીંગ રખાતા અનેક તર્ક વિતર્ક

 

ભુજ : જિલ્લા પંચાયતની મળેલી કારોબારી બેઠકમાં મુકાયેલી ૩૫ ફાઈલો પૈકી ૧૯ ફાઈલોને ચકાસણી અર્થે તેમજ ફાઈલોમાં અધુરાશો કાઢીને પેન્ડીગ રખાતા અનેક તર્ક વિતર્કો સર્જાયા છે.
જિલ્લા વિકાસ અધિકારી પ્રભવ જોષીની અને કા.ચે. હરી જાટીયાની અધ્યક્ષતામાં મળેલી કારોબારી બેઠકમાં ગત મીટીંગોમાં કરાયેલા જુદા જુદા ૩ થી ૪ ઠરાવોને બહાલી અપાઈ હતી. આ સિવાય નવા કોઈ ઠરાવો કરાયા ન હતા. સામાન્ય કાર્યવાહી આરોપી ને એન.એ ની ફાઈલો અંગે કાર્યવાહી થઈ હતી. જેમાં કલમ ૬૫ હેઠળ ૧૯ ફાઈલો જ્યારે ૬ ફાઈલોને હેતુ ફેર અને રિવાઈઝ સાથે મંજુરી અપાઈ હતી. જ્યારે ૩૫ પૈકી ૧૦ ફાઈલો અટકાવી દેવાઈ હતી. આ ફાઈલોમાં અધુરાશો અને ચકાસણી કરવાનું જણાવીને પેન્ડીંગ રખાઈ હતી. ત્યારે રાજકીય વર્તુળો તેમજ જમીન માલિક અને બિલ્ડર લોબીમાં અનેક તર્ક વિતર્કો વહેતા થયા હતા. એક તબક્કે એવી પણ ચર્ચાઓ જાગી હતી કે, એન.એ કરાવવા માટે થતા વ્યવહારો ન થતા અનેક ફાઈલો અટકાવાઈ છે. છેલ્લા ઘણાં સમયથી પ્રથમવાર એવું બન્યું છે કે, મુકાયેલી ફાઈલો પૈકી અડધાથી વધુ ફાઈલો અટકાવી દેવાઈ છે. ત્યારે લોકોમાં પણ કચવાટ ફેલાયો છે.