જિલ્લા સંકલનમાં પવનચક્કીનો મુદ્દો ઉછળ્યો

જિલ્લા વિકાસ અધિકારીના અધ્યક્ષ સ્થાને મળી બેઠક : અબડાસા ધારાસભ્યએે પ્રજાકીય પ્રશ્નો મુદ્દે કરી રજૂઆત : ખેડૂતોના વિજ કનેકશનનો મુદ્દો ભુજ ધારાસભ્યએ કર્યો રજૂ

 

ભુજ : જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની કલેક્ટર કચેરી ખાતે બેઠક મળી હતી. પ્રજાકિય પ્રતિનિધિઓ દ્વારા પવનચક્કી, ખેડૂતોના વિજ જોડાણ સહિતના પ્રશ્નો રજૂ કરાયા હતા.
જિલ્લા વિકાસ અધિકારી પ્રભવ જોશીના અધ્યક્ષ સ્થાને કલેક્ટર કચેરી કોન્ફરન્સ હોલ ખાતે બેઠક મળી હતી. જેમાં અબડાસા ધારાસભ્ય દ્વારા ૧૧ પ્રશ્નો રજૂ કરાયા હતા. પ્રધ્યુમનસિંહ જાડેજાએ પવનચક્કી માટે બનાવાતા શેડમાં ઝાડીનો નાશ થતો હોઈ તે માટે જંગલ ખાતાની મંજૂરી લેવામાં આવે છે કે કેમ, પાર્ટસ રાખવા માટે જે જમીન પર સ્ટોર બનાવાય છે તે એન.એ. થયેલી હોય છે કે નહી, પવનચક્કીની ઉંચાઈ અંગેનો નિયમ સરકાર દ્વારા મંજૂર થયેલ લીઝ વિસ્તારની હદ દર્શાવાય સિનિયર સીટીઝન કાર્ડ બનાવવાની કામગીરી ચાલુ હોય તો ક્યારે પુર્ણ કરાશેક અને બંધ હોય તો ક્યારે શરૂ થશે, બીપીએલમાં સાચા નામો નીકળી ગયા હોઈ ફરી સર્વે થશે કે કેમ નખત્રાણા લાયબ્રેરીમાં ગ્રંથપાલની જગ્યા ક્યારે પુરાશે તે સહિતના પ્રશ્નો રજૂ કર્યા હતા. ભુજ ધારાસભ્યક ડો. નીમાબેન આચાર્ય દ્વારા ખેડૂતોને બોર માટે વિજ કનેક્શનમાં થતી પરેશાની સહિતના પ્રશ્નો ઉઠાવાયા હતા. આ બેઠકમાં ગાંધીધામ ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી, જિ.પં.ના નરેશભાઈ મહેશ્વરી, અધિક કલેક્ટર ડિ.આર. પટેલ, ભુજ પ્રાંત રવિન્દ્રસિંહ જાડેજા, નખત્રાણા એએસપી રવિતેજા વાલમ શેટ્ટી, સહિત માર્ગ-મકાન, આરટીઓ, પીજીવીસીએલ સિંચાઈ સહિતના વિભાગના જવાબદારો ઉપસ્થિત રહ્યા હતા.