જિલ્લા માહિતી કચેરી-ભુજના સંનિષ્ઠ સેવકશ્રી અઉલા ખમુભાઇ માતંગને ભાવભીનું વિદાયમાન

જિલ્લા માહિતી કચેરી-ભુજના સંનિષ્ઠ સેવકશ્રી અઉલા ખમુભાઇ માતંગને આજરોજ કચ્છ માહિતી પરિવારે ભાવભીનું વિદાયમાન આપ્યું હતું. શ્રી માતંગભાઇ તરીકે સર્વ પ્રિય એવા તેમણે ૧૯૯૦ના વર્ષમાં મુન્દ્રા ખાતેથી નોકરીની શરૂઆત કરી કુલ ૩૧ વર્ષ નોકરી કરી ભુજ ખાતેથી વયનિવૃત થયા છે.
નાયબ માહિતી નિયામકશ્રી મિતેશભાઇ મોડાસીયાએ તેમનું શાલ ઓઢાડી, શ્રીફળ અને સાકર આપી સન્માન કર્યુ હતું.
આ તકે શ્રી મોડાસીયાએ માતંગભાઇએ આપેલી સેવાઓને બિરદાવી તેમના નિવૃતિમય જીવનની શુભેચ્છાઓ પાઠવી હતી. અધિક્ષકશ્રી અબ્દુલભાઇ ખત્રી અને સીનીયર કલાર્કશ્રી સીદીકભાઇ કેવરે તેમના સંસ્મરણો રજુ કર્યા હતા. આ પ્રસંગે ડ્રાઈવર સર્વશ્રી રવિન્દ્ર કાનાણી, હરજીભાઇ કોળી, ધરમશીભાઇ જોગી અને માહિતી મદદનીશ હેમલતાબેન પારેખે પણ તેમની સેવાના અનુભવો રજુ કર્યા હતા. આ તકે કેમેરામેન રાજેશભાઇ ડુંગરાણી, હર્ષદભાઇ જોગી, બળવંતસિંહ જાડેજા, ઈમરાનભાઇ સંઘીસુમરા, એ.પી.જાડેજાભાઇ, રફીકભાઇ, લાભેશભાઇ અને સુનિલભાઇ ઉપસ્થિત રહયા હતા.