જિલ્લા ભાજપ દ્વારા વિવિધ મોરચાના પ્રમુખો વરાયા

ભુજ : ભારતીય જનતા પક્ષ દ્વારા સંગઠન પ્રક્રિયા અંતર્ગત કચ્છ જિલ્લાના મહિલા મોરચો, બક્ષીપંચ મોરચો, અનુસુચિત જાતિ મોરચો અને લઘુમતિ મોરચાના પ્રમુખોની વરણી કરવામાં આવી હતી.
તે અંતર્ગત જિલ્લા ભાજપ મહિલા મોરચાના પ્રમુખ તરીકે દિવ્યાબા પ્રદિપસિંહ જાડેજા, બક્ષીપંચ મોરચાના જિલ્લાના પ્રમુખ તરીકે માવજીભાઈ પી. ગુંસાઈ (માધાપર), અનુસુચિત જાતિ મોરચાના જિલ્લા પ્રમુખ તરીકે સામતભાઈ થાવરભાઈ મહેશ્વરી (તરા- મંજલ, તા. નખત્રાણા) જયારે લઘુમતિ મોરચાના જિલ્લાના પ્રમુખ તરીકે આમદભાઈ એ. જત (ભુજ)ની વરણી પ્રદેશ સાથે પરામર્શ કરી જિલ્લા અધ્યક્ષ કેશુભાઈ પટેલ દ્વારા કરવામાં આવી છે. આ વરણીને ઠેર- ઠેરથી આવકાર મળી રહ્યો છે.