જિલ્લા ભાજપની કારોબારીમાં જન પ્રતિનિધિઓ સહિત ૮૭ સભ્યોના નામ જાહેર કરાયા

ભુજ : કચ્છ જિલ્લા ભાજપ અધ્યક્ષ કેશુભાઈ પટેલ દ્વારા પ્રદેશ ભાજપ સાથે સંકલન કરીને સંગઠનાત્મક સુગમતા માટે જિલ્લા કારોબારી માટે આમંત્રીત સભ્યો, હોદ્દાની રૂએ આમંત્રિત સભ્યો તેમજ વિશેષ આમંત્રિત સભ્યોની યાદી જાહેર કરવામાં આવી છે તેવું મીડિયા સહ ઈન્ચાર્જ સાત્વિકદાન ગઢવીની યાદીમાં જણાવાયું છે.હોદ્દાની રૂએ આમંત્રિત સભ્યોમાં સાંસદ વિનોદભાઈ ચાવડા સા.શૈ.પ.કલ્યાણ વિભાગ, પ્રવાસન રાજ્યમંત્રી વાસણભાઈ આહિર, જિલ્લા પંચાયત પ્રમુખ પારૂલબેન રમેશભાઈ કારા, ધારાસભ્યો નિમાબેન આચાર્ય, વિરેન્દ્રસિંહ જાડેજા, માલતીબેન મહેશ્વરી, પ્રધ્યુમનસિંહ જાડેજાને સમાવાયા છે. તો આમંત્રીત સભ્યોમાં શહેર અને તાલુકામાંથી સભ્યોને સ્થાન અપાયું છે જેમાં ભુજમાં ઉપેન્દ્રભાઈ ઉપાધ્યાય, દેવરાજભાઈ ગઢવી, નરેન્દ્રભાઈ ઠક્કર, વિશ્રામભાઈ રાબડિયા, નવીનભાઈ પાંચાણી, રસીકભાઈ મહેતા, અરવિંદભાઈ પીંડોરિયા, હિતેશભાઈ માહેશ્વરી,બાપાલાલભાઈ જાડેજા,ભરતભાઈ ગોર, અજયસિંહ ઝાલા, ડો. રામભાઈ ગઢવી, અજયભાઈ ગઢવી, તૈયબભાઈ સમા, સતીષભાઈ છાંગા, પ્રો. ચિંતન રાવલ, રીતેનભાઈ ગોર, હિતેશભાઈ ખંડોર, કિરીટભાઈ સોમપુરા, તો ગાંધીધામમાં મૂળજીભાઈ રામજીભાઈ આહીર, માવજીભાઈ સોરઠિયા, વિરજીભાઈ પ્રજાપતિ, દિનેશભાઈ સોલંકી, નરસિંહભાઈ અગ્રવાલ, પરમાનંદ ક્રિપલાણી, રમેશભાઈ પચાણભાઈ ગઢવી, ભાવેશભાઈ આચાર્ય, જે.પી. મહેશ્વરી, અંજારમાં રસીકબા જાડેજા, ગોપાલભાઈ કાનજી માતા, સંજયભાઈ દાવડા, રામજીભાઈ ધેડા, રાજુભાઈ પલણ, અનિલભાઈ પંડ્યા,જેરામભાઈ રાવરિયા, ગોવિંદભાઈ કોઠારી, રામજીભાઈ ધેડા, વેલાભાઈ ભીમાભાઈ જરૂ. માંડવીમાં કેશુભાઈ પારસિયા, બટુકસિંહ જાડેજા, નરેન્દ્રભાઈ પીઠડિયા, વલ્લમજીભાઈ માધવજીભાઈ છાભૈયા, અમુલભાઈ દેઢિયા, મુંદરામાં જયેશભાઈ રામજી આહિર, વાલજીભાઈ સુમાર લાખાણી, ભચાઉમાં મનજીભાઈ ગામી, નરેન્દ્રસિંહ જાડેજા, અરવિંદભાઈ સુંદરજીભાઈ દરજી, દિલીપભાઈ જીવરામ પ્રજાપતિ, રાપરમાં ધારાભાઈ ભરવાડ, રમેશભાઈ અમીચંદભાઈ ઠક્કર, કેશભા વાઘેલા, નાનજીભાઈ ડી. ઠાકોર, રાજુભાઈ ચૌધરી, વિરજીભાઈ મોર, વાડીલાલભાઈ સાવલા, નખત્રાણામાં બચુભાઈ નાથાણી, લધારામભાઈ અબજી લીંબાણી, રણજીતસિંહ જાડેજા, રાજેશભાઈ દામજીભાઈ પલણ અબડાસામાં અનિરૂદ્ધસિંહ પ્રતાપસિંહ જાડેજા, વિક્રમસિંહ જટુભા જાડેજા (કોઠારા), કાનજીભાઈ વાલજીભાઈ ગઢવી, આમદભાઈ જત, લખપતમાં રમેશભાઈ જોષીની વરણી કરવામાં આવી છે. આ ઉપરાંત પણ કારોબારીમાં ભાજપના પીઢ નેતાઓને વિશેષ આમંત્રિત સભ્ય બનાવાયા છે. જેમાં ભુજ શહેરમાં પુષ્પદાનભાઈ ગઢવી, તારાચંદભાઈ છેડા, મુકેશભાઈ ઝવેરી, દિલીપભાઈ ત્રિવેદી, ચંદુલાલભાઈ ગોર, ઝવેરબેન માહેશ્વરી, દેવજીભાઈ લીંબાણી, રાપર તાલુકા પંકજભાઈ મહેતા, લક્ષ્મણસિંહ સોઢા, ગાંધીધામ શહેરમાં રમેશભાઈ મહેશ્વરી, પૂનમબેન જાટ, ભચાઉ શહેરમાં અરજણભાઈ રબારી, માંડવી તાલુકામાં ધનજીભાઈ સેંઘાણી, શામળાભાઈ જખુતભાઈ ગઢવી, અંજાર તાલુકામાં જીવાભાઈ આહિરને નિમણુક અપાઈ છે. પક્ષ દ્વારા લેવાતા વિવિધ નિર્ણયોમાં સભ્યોના મંતવ્ય જાણવામાં આવતા હોય છે.