ગુનાહિત ઈતિહાસ ધરાવનારાને ચોટી શહેર સુકાની પદે બેસાડવા અજમાવી રહ્યો છે એડીચોટીનું જાેર : જુગાર, આંકડા સહિતના કૃત્યોમાં ચકચારી શક્તિને યુવા પ્રમુખ પદ અપાશે તો અંજારમાં રાષ્ટ્ર વિરોધી તત્વોને મળી જશે મોકળું મેદાન ઃ પક્ષની પ્રતિષ્ઠાને લાગશે મોટો બટ્ટો

અંજારના ચોટીના ઈશારે શક્તિને કમાન સોંપવાની નિર્ણાયક ગોઠવણીના અહેવાલ માત્રથી અંજારમાં વિધર્મી તત્વોની છાવણીમાં જશ્નનો માહોલ

રાજયમંત્રીશ્રી દાખવે સમય સુચકતા : દુધ પીવડાવી ઉછરેલ સાપ મારે છે ફુંફાડા

હવામાં ઉડતો ચોટી જાણી લે કે, જિલ્લા ભાજપના વર્તમાન પ્રમુખ કોઈને દાદ આપે તેમ નથી, યોગ્ય કાર્યકર્તાને નિમણૂંકોમાં ન્યાય આપવા માટે કેશુભાઈ પટેલ ધરાવે છે અનોખી છબી :  ભુજ નગરપાલિકાના પ્રમુખ તેનો કહી શકાય શ્રેષ્ઠ દાખલો ઃ દારૂ, જુગાર, આંકડા સહિતની ગેરરીતિમાં ચકચારી રહેતા તત્ત્વોને તો કેશુભાઈ પટેલ સંગઠનમાં કદાપી સ્થાન નહીં આપે :  શક્તિ કરતા તો ગઢવી અને ગોસ્વામી સમાજના સક્રિય યુવાનો આ પદ માટે છે વધારે ઉચિત

લાગવગીયાઓ, પૈસાના કોથરા લઈ જનારાઓ વરણીમાં કેશુભાઈ પાસે કદાપી ફાવ્યા નથી, અત્યાર સુધી કઈંક લાગવકીયાએ મહેનત કરી પણ કાર્યકરોને ન્યાય મળતો હોય તો હાલના પ્રમુખની દુરંદેશીને જ આભારી છે

 

ગાંધીધામ : પ્રદેશ ભાજપની કમાન પાટીલજીના હાથમાં આવ્યા બાદ પક્ષમાં પ્રમાણીક અને ચોખ્ખી પ્રતિષ્ઠા ધરાવનારા કાર્યકર્તાઓને મેરીટના ધોરણે સંગઠનમાં તક આપવાની નીતિ અખત્યાર કરવામાં આવી રહી છે. દરમ્યાન જ પાટીલજીની આ નીતિને કચ્છના અંજારમાં રીતસરની ઐસી તૈસી જ કરવાની છાની ગોઠવણી થઈ જવા પામી હોવાની ચકચાર સાથે ભારે ગણગણાટ ઉભો થવા પામી રહ્યો છે.

આ બાબતે સહેજ વિગતે વાત કરીએ તો કચ્છમાં ભાજપે થોડા સમય પહેલા જ અલગ અલગ શહેર મંડળોની વરણી કરી દીધી છે. તેવામાં હવે યુવા પ્રમુખોની નિયુક્તિઓના ભણકારા ગાજી રહ્યા છે. દરમ્યાન જાણવા મળતી માહિતી મુજબ અંજાર શહેરમાં યુવા ભાજપ પ્રમુખ પદ માટે પોતાના મળતિયાને ગોઠવવા માટે રાજકીય ચોટીએ ન માત્ર બળ અજમાવ્યું છે બલ્કે આ ગોઠવણી નિર્ણાયક તબક્કે રાજકીય સોગઠા બાજીથી પહોંચાડી દીધી છે. કહેવાય છે કે, અંજારમાં શહેર યુવા ભાજપના પ્રમુખ પદે રાજકીય  ચોટી શક્તિ દેખાડવા ભારે હવાતીયા મારી રહ્યો છે. અહીં રાજકીય  ચોટીના હવાતીયા કરતા પણ પક્ષમાં જે વિશેષ કચવાટ ઉભો થયો છે એ અનુસાર કાર્યકર્તાઓ સવાલ કરી રહ્યા છે કે, શું આખાય અંજારમાંથી પક્ષને શક્તિ સિવાય અન્ય કોઈ સેવાભાવી પ્રમાણીક, ચોખ્ખી પ્રતિભા ધરાવતો, પક્ષ નિષ્ઠ યુવાન ન મળી શકે ? આવો ગણગણાટ એટલા માટે પણ થઈ રહ્યો છે કે, ભાગ્યે જ કોઈ એવો ગુનો હશે જેમાં શક્તિની સીધી કે પરોક્ષ સંડોવણી ન હોય.! જુગાર, આંકડા, જમીનો હડપવા માટે રીતસરની લુખ્ખાગીરી સહિતના ફોલ્ડરીયા તરીકેના કિસ્સાઓમાં શક્તિની સામે ખુલ્લેઆમ અનેક વખત કાદવ ઉછાળ થઈ ચુકયા છે. આ શક્તિ રાજકીય  ચોટીના ખીલે બંધાઈને ઉછળકુદ કરે છે એ પણ સૌ કોઈ જાણે છે. શક્તિની ગુંડાગીરીથી રાજકીય  ચોટી અંજારની આસપાસ ચોતરફ આડેધડ જમીનો પચાવવા સહિતના પેતરાઓ રચતો રહ્યો છે.

આ ઉપરાંત શક્તિને કમાન સોંપવા મુદ્દે સૌથી મોટી ચિંતાનો વિષય ભાજપને પક્ષને માટે એ સામે આવી રહયો છે કે, જાે શક્તિને યુવા પાંખની કમાન સોંપાશે તો અંજારમાં વિધર્મી

કૃત્યો આચરનાર તત્વો પણ ઘેલમાં આવી જશે અને ભાજપની રાષ્ટ્રીય વિચારાધારાની નીતિને પણ મોટો ધક્કો લાગી શકે તેમ છે. હજુ તો શક્તિને કમાન સોંપવાની નિર્ણાયક ચર્ચાઓ માત્ર જ બહાર આવી છે, તે દરમ્યાન જ આ પટ્ટામાં વિધર્મી તત્વોમાં જશ્નનો માહોલ છવાઈ ગયો હોવાનું મનાય છે. અહી યાદ અપાવી શકાય કે પક્ષનું ખાઈને પક્ષની સામે જ ગદ્ધારી કરનાર તથા પૈસો મારો પરમેશ્વર અને હું પૈસાનો દાસની જ માત્ર ભૂખ વેળા કરનાર રાજકીય  ચોટીના ઈશારે આ પહેલા પણ શહેરમાં ગોઠવાયેલ બીજેપીના એક યુવા હોદેદેદાર કે જે આદિપુરની એક સંસ્થામાં પાંચ આંકડાનો મસમોટો પગારદાર હતો અને અંજારમાં રમત ગમતના ધંધા સાથે સંકળાયેલો હતો, તેનું પણ સવર્ણ વર્ગની એક યુવતીને ઈરાદાપૂર્વક આયોજનબદ્ધ રીતે વિધર્મી કૃત્ય આચર્યાની ઘટનાએ પણ અંજારથી લઈ અને આખાય ગાંધીધામ પટ્ટામાં ભારે ચકચાર જગાવી દીધી હતી. જે શખ્સના અંજારના રાજકીય  ચોટીની સાથેના ભાજપ સહિતના સામાજીક કાર્યક્રમોમાં વૃક્ષારોપણની તસવીરો પણ ખુબ વાયરલ થઈ હતી, જેમાં પણ રાજકીય  ચોટી થકી પક્ષની છબીને ભારે બટ્ટો લાગવાની સ્થિતિ સર્જાઈ હતી, હવે જયારે ફરીથી આગામી સપ્તાહમાં શહેર યુવા ભાજપના નામની જાહેરાતના ભણકારા ગાજી રહ્યા છે, ત્યારે ફરીથી રાજકીય  ચોટીના ઈશારે શક્તિ જેવાઓને ગોઠવી દેવાની અંતિમ વિચારણા થઈ ગઈ હોય તો જિલ્લા ભાજપના તટસ્થ, પક્ષ નિષ્ઠ, સિદ્ધાંતોને વરેલા પ્રમુખશ્રી ફેર વિચારણા કરી આવનારા દિવસોમાં તેમની જ સામે આંગળીયો ઉઠે તેવી મુસીબત ઉભી થાય તેના કરતા આગોતરી જાગૃતિ દાખવે તે જ સમયનો તકાજાે બની રહ્યો છે.

 

જાે જાે બે બિલાડીના ઝઘડામાં ત્રીજાે વાંદરો ફાવી ન જાય..!

 

ગાંધીધામ : અંજારમાં શહેર યુવા ભાજપના સુકાનીની વરણીનું કાઉન્ટડાઉન ચાલુ થઈ ગયું છે અને આગામી ૪૮ કલાકમાં નામની જાહેરાત થવાના ભણકારા ગાજી રહ્યા છે ત્યારે જાણકારો કહી રહ્યા છે કે, જાે બે બિલાડીના ઝઘડામાં ત્રીજાે વાંદરો કયાંક ફાવી ન જાય..! જિલ્લા ભાજપના રણનીતિકારો અંજાર શહેર સંગઠનમાંથી શિષ્ટાચાર અનુસાર અને પક્ષની પરંપરા મુજબ આવેલા નામોમાંથી કોઈ એકને તક આપશે કે પછી જિલ્લા ભાજપનો આંતરીક જુથવાદ આ વરણીમાં કામ કરી જશે ? કારણ કે અંજારમાં રાજયકક્ષાના મોભી અને જિલ્લા ભાજપના રણનીતિકારોને વાંકુ પડતું હોવાની ચર્ચા જગજાહેર છે, આવામાં અંજારના રાજકીય  ચોટી જેવા લેભાગુ, તકસાધુ ફાવી ન જાય તે જાેવું પણ બહુ જરૂરી બનશે ! કહેવાનું તાત્પર્ય કંઈક એવું છે કે, અંજારમાંથી રાજયકક્ષાના મોભીએ અને શહેર સંગઠને જિલ્લા કક્ષાએ પ્રમાણીક, સક્રિય અને સ્વીકાર્ય નામો મોકલાવ્યા છે, પણ અંજારના આ મોભી અને જિલ્લાના રણનીતિકારોને છત્રીસનો આંકડો હોતા તેમના નામો માત્ર ને માત્ર રાજકીય રાગદ્વેષથી કાપી દઈ અને તેનો ગેરલાભ રાજકીય ચોટી શક્તિ જેવા ગુનાહીત ઈતિહાસ ધરાવનારને ગોઠવી દેવા અજમાવી રહ્યો હોવાનું મનાય છે.