જિલ્લા પંચાયત વિવિધ સમિતિઓના ચેરમેનના નામે ભાજપમાં ભડકો થવાના એંધાણ

નવા નિશાળીયાઓ મેદાન મારશે, જ્યારે જુના જોગીની બાદબાકી : મલાઈદાર ખાતામાં આહિર- લેવા પટેલના નામો નક્કી : કારોબારી ચેરમેન પદે હરિ હિરા જાટિયા, આરોગ્યમાં મનીષા કેશવાણી, બાંધકામમાંભીમજીભાઈ જોધાણી, ન્યાય સમિતિમાં વસંત વાઘેલા, સિંચાઈમાં કાનાભાઈ રબારી, શિક્ષણમાં છાયાબેન ગઢવી, મહિલા બાલ વિકાસમાં રસીલાબેન બારીના નામ પર લાગી શકે છે મંજુરીની મહોર..? લોબીંગ તેજ..!

 

ભુજ : જિલ્લા પંચાયતની સમિતીની રચના થઈ ગઈ છે ત્યારે હવે ચેરમેન પદે જ્ઞાતિવાર, તાલુકાવાર અનેક પક્ષના મોભીના કલ્યાગરા સભ્યોને અર્થાત નવા નિશાળીયાને નામ પર મંજુરીની મહોર મરાય તેવા ઉજ્જળા સંજોગો છે. જ્યારે પક્ષને હર હમેંશા નાક દબાવતા કર્મચારી પર રોફ જમાવતા ડારા ડફારા કરતા આગેવાનોને રસ્તો દેખાડીને પક્ષ જ મહાન છે, તેવું ચિત્ર ઉપસાવીને ભાજપ જિલ્લા, પ્રદેશના મોભીઓ આગળ વધી રહ્યા છે.
આધારભૂત સુત્રોના જણાવ્યા મુજબ આમ તો પ્રદેશ અને જિલ્લાના પ્રમુખો ભલે પાટીદાર જ્ઞાતિના છે પણ આ બંને પ્રમુખોની પાછળ દોરી સંચાર ભાજપના અન્ય જ્ઞાતિના ચાણક્ય ગણાતા નેતાજીઓે ભૂમીકા ભજવી રહ્યા છે. કચ્છ ભાજપના જિલ્લા પંચાયત વિવિધ સમિતિના ચેરમેનોની વરણીની આખરીયાદી બહાર પાડી ચૂકી છે. સંભવત ભડકો થાય તો ભુજ ફેરફાર કરીને આ યાદીમાં જ સમાવેશ જિ.પં.ના સભ્યોને ચેરમેન પદે નામો નક્કી છે, તેમાં આહિર જ્ઞાતિના હરિભાઈ, પાટીદારના ભીમજી જોધાણી તથા છાયાબેન ગઢવીને રીપીટ કરીને ખાતામાં ફેરફાર કરી તેવો મલાઈદાર ચેરમેન પદે આરૂઢ થાય તેવા ચક્રો ગતિમાન થયા છે. મોટે ભાગે ભુજ તાલુકાના બે સભ્યોને કારોબારી તથા બાંધકામ ફાળે જશે અને બંને જ્ઞાતિને પણ સાથે લેવામાં આવશે. બાકીની સમિતીઓમાં પણ આંશિક ફેરફાર કરીને યથાવત રાખવામાં આવે તેવી વકી છે. શિક્ષણ સમિતિ પુનઃ છાયાબેન ગઢવીને સોંપાય તેવી તજવીજ હાથ ધરાઈ છે. જોકે ભાજપના જુથ્થ બંધી પરાકાષ્ટા છે અને ટુંક સમયમાં જિ.ભા.ના પ્રમુખ પણ બદલે તેવું જાણવા મળી રહ્યું છે. જોકે નિર્ણય શક્તિના અભાવે પ્રમુખ પદ છોડવું પડે તેવી ચર્ચા પણ જોર પકડ્યું છે.