જિલ્લા પંચાયતની ચૂંટણી-પસંદગીઓ પર હાઈકોર્ટનો ચુકાદો કરશે અસર

અમદાવાદ : સ્થાનિક સ્વરાજયની સંસ્થામાં ખાસ કરીને જીલ્લા પંચાયતમાં સુકાનીપદની મુદત અઢીવર્ષના બદલે પાંચ વર્ષ કરવાના મામલા સહિત કુલ્લ બે જુદા જુદા વિષયોને લઈ અને ગુજરાતની હાઈકોર્ટમં રીટ કરવામા આવી હતી અને તે મામલે આજ રોજ સુનાવણી હાથ ધરાઈ હતી. દરમ્યાન જ બીજીતરફ ગુજરાતમાં હાલના સમયે જિલ્લા પંચાયતોમાં વરણીઓ કરવામા આવી રહી છે.
આજ રોજ બે અલગ અલગ રીટને લઈને ગુજરાત સરકાર દ્વારા દરમ્યાન ગીરી કરાઈ છે ત્યારે હાઈકોર્ટ દ્વારા આ બાબતે ગુજરાત સરકારનો અભિપ્રાય માંગવામા આવ્યો છે જે માટે ગુજરાત સરકારે સાત દીવસનો સમય માંગ્યો છે. તેવામાં હવે આગામી દીવસોમાં આવનારો ચુકાદો કયાંક ને કયાંક વર્તમાન વરણીઓને અસરકર્તા બને તો નવી નવાઈ નહી કહેવાય.