જિલ્લા ટાસ્કફોર્સ ઈમ્યુનાઈઝેશન કમિટીની બેઠક મળી

ભુજ : જિલ્લા ટાસ્ક ફોર્સ ઈમ્યુનાઈઝેશન કમિટિની બેઠક તા.૬/૯/૧૭ના જિલ્લા કલેકટરશ્રી રેમ્યા મોહન ના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવેલ હતી. જેમાં વાઈસ ચેરમેનશ્રી અને ઈ.ચા. જીલ્લા વિકાસ અધિકારી પી.આર.જોશી, મેમ્બર સેક્રેટરી અને મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો.પંકજકુમાર પાંડે તેમજ યુનીસેફના પ્રતિનિધિશ્રી ડો.તેજસ ચાવડા અને ડબલ્યુ.એચ.ઓ.ના પ્રતિનિધિશ્રી ડો.અમૂલ ભોસલે ઉપસ્થિત રહેલ હતા. મીટીંગમાં ગ્રામ્ય અને શહેરી વિસ્તારના રસીકરણ અંગેની સમીક્ષા કરવામાં આવનાર છે. બાળ મરણ ઘટાડવા માટે ૦ થી ર વર્ષના તમામ બાળકોને સમયસર રસી મળી રહે તેમજ રસીકરણથી વંચિત રહી ગયેલા બાળકો માટે મિશન ઈન્દ્રધનુષ કાર્યક્રમ માટે આરોગ્ય અને પરિવાર મંત્રાલય નવી દિલ્હી તરફથી મળેલ સુચના અને માર્ગદર્શન અનુસાર આરોગ્ય અને પરિવાર કલ્યાણ શાખા જીલ્લા પંચાયત કચ્છ દ્વારા જીલ્લાના તમામ સામુહિક આરોગ્ય કેન્દ્રો, તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, શહેરી આરોગ્ય કેન્દ્રો અને ગ્રામ્ય પેટા આરોગ્ય કેન્દ્રો દ્વારા સ્ત્રી આરોગ્ય કાર્યકરો, આંગણવાડી કાર્યકરો દ્વારા શહેરી ઝૂંપડપટ્ટી વિસ્તાર, વાડી વિસ્તાર, ઔધોગિક ક્ષેત્રોમાં કામ કરતા શ્રમિકોના બાળકો રસીથી વંચિત રહી ન જાય તે માટે વિશેષ કાળજી લેવા માટે સુદઢ આયોજન કરવા માટે તાલુકા આરોગ્ય અધિકારી, અર્બન હેલ્થ ઓફીસરને માઈક્રપ્લાન રીવાઈઝ કરવા માટે જણાવ્યું હતું. અર્બન એરીયામાં સવિશેષ ધ્યાન આ૫વું. જીલ્લા કક્ષાએથી તેમજ તાલુકા કક્ષાએથી સતત મોનીટીરીંગ અને સુપરવિઝન કરવા માટે સુચવ્યું હતું. ગ્રામ્ય વિસ્તારમાં દર ૧૦૦૦ની વસ્તીએ એક મમતા દિવસનું તેમજ શહેરી વિસ્તારમાં દર ૨૦૦૦ની વસ્તીએ વોર્ડવાઈઝ મમતાદિવસ નું આયોજન કરવામાં આવેલ છે જે અંગેની ચર્ચા પણ કરવામાં આવશે. ડબલ્યુએચઓના પ્રતિનિધિશ્રી ડો. અમુલ ભોસલે દ્વારા કામગીરીનું પ્રેઝન્ટેશન તાલુકાવાઈઝ કરેલ હતું. એએફપી સર્વેલન્સની સમીક્ષા કરાશે તેવું જણાવતાં આ બેઠકના આયોજનથી રસીકરણના કાર્યક્રમ વેગવંતો બનશે અને બાળ  મૃત્યુદરમાં ઘટાડો થશે. જીવન મિશન ઈન્દ્રધનુષ બનાવવા માટે ૦ થી ર વર્ષના બાળકોના માતા પિતાને ખાસ અનુરોધ કર્યો હતો કે આપના બાળકોને રસી સમયસર અપાવીએ તે સમયનો તકાજા છે. કલેટરશ્રી રેમ્યા મોહન દ્વારા મિશન ઈન્દ્રધનુષ કાર્યક્રમ દરમિયાન બાળકોના વાલીઓ, સ્વૈચ્છિક સંસ્થા, ધર્મગુરુઓ એ પોતાના વિસ્તારના બાળકો રસીકરણ અપનાવે તેવો અનુરોધ કરાયાનું ડો.પંકજ પાંડે મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી જીલ્લા પંચાયત કચ્છ-ભુજ દ્વારા જણાવવામાં આવ્યું છે.