જિલ્લા કક્ષાનો “વિકાસ દિવસ” નખત્રાણા ખાતે ઉજવાશે

રાજય સરકારશ્રીના ૫ વર્ષ પૂર્ણ થયાના પ્રસંગે ઉજવણીના ભાગરૂપે તા.૧/૮ થી ૯/૮ દરમ્યાન વિવિધ વિભાગો મારફતે લોકોપયોગી કાર્યક્રમ યોજવામાં આવનાર છે. આ ઉજવણીના ભાગરૂપે તા.૭/૮/૨૦૨૧ના રોજ “વિકાસ દિવસ” તરીકે ઉજવવામાં આવનાર છે. જે અંતર્ગત પ્રધાનમંત્રી આવાસા યોજના (ગ્રામીણ) અંતર્ગત લાભાર્થી દ્વારા બનાવવામાં આવેલ આવાસોના ગૃહપ્રવેશ અને ખાતમુહુર્તનો મહત્વનો કાર્યક્રમ યોજવાનોછે. આ ઉજવણીના ભાગરૂપે રાજયકક્ષાના કાર્યક્રમના સમાંતરે ૩૩ જિલ્લાઓમાં અને ૮ મહાનગરપાલિકામાં કુલ ૪૧ જેટલા સ્થળોએ આ કાર્યક્રમ યોજવાના છે.

જે અન્વયે કચ્છ જિલ્લાની જિલ્લા કક્ષાની વિકાસ દિવસની નખત્રાણા મધ્યે ઉમા વિધાલય, બેરૂ રોડ ખાતે ઉજવણી થનાર છે. આ તબક્કે ગુજરાત રાજય માર્ગ વાહન વ્યવહાર કોર્પોરેશન, નખત્રાણા દ્વારા બીએસ-૬ પ્રકારની પાંચ બસોનું મહાનુભાવોના હસ્તે ફલેગઓફ કરી લોકાર્પણ કરવામાં આવશે. દૂધ સાગર ડેરી મહેસાણાના ચેરમેનશ્રી અશોકભાઇ ચૌધરીની અધ્યક્ષતામાં આયોજિત આ કાર્યક્રમમાં જિલ્લાના અધિકારીશ્રીઓ/પદાધિકારીશ્રીઓ ઉપસ્થિત રહેશે તેવું નિયામકશ્રી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી હનુમંતસિંહ જાડેજા દ્વારા જણાવાયું છે.