જિલ્લામાં ર૭ તલાટીની બદલી પાછળ પદાધિકારીની ભૂંડી ભૂમિકા

વહીવટી કારણોસરની રેકોર્ડ ગળે ઉતરતી નથીઃ નાના સેજા ભરેલા છે તો મોટા સેજા ખાલી રાખવા પાછળનું કારણ – રાજકારણ ?

ભુજ : કચ્છમાં ર૭ તલાટી – સહમંત્રીની બદલીના ઓર્ડર મોડી સાંજ બહાર પડ્યા છે તંત્ર જુની રેકોર્ડ ગાઈ રહ્યું છે કે વહીવટી કારણોસર ઓર્ડર કરાયા છે. પણ જાણકારો કહે છે આ બદલી પાછળ સંસદ, ધારાસભ્ય અને જિલ્લાના ગણાતા ભાજપના આગેવાનની ભૂંડી ભૂમિકા છે બદલી પર નજર દોડાવીએ તો આ હુકમમાં ભુજ તાલુકામાં -૬, અબડાસા-૭, મુંદરા-૩, લખપત-૩, રાપર-૩, નખત્રાણા-ર, ભચાઉ-૧, અંજાર-૧ સમાવેશ થાય છે.મહેસુલમાં ના.મા.ની હાલમાં બદલી થઈ તેમાં અબડાસાનો આંક વધુ હતો તેવી રીતે જ આ તલાટીની બદલીમાં અબડાસા નંબર -વન છે એ જ દર્શાવે છે કે ભાજપની આંતરિક ખટપટ પશ્ચિમ કચ્છમાં કેડો નથી મુક્તિ વીરાણીના તલાટી પણ બદલવામાં આવ્યા છે. નવાઈની વાત એ છે કે જિ.પં.ના રાજકીય પદાધિકારી આ બનાવથી અજાણ છે અથવા તો આંખ આડા કાન કર્યા છે અથવા અધિકારીઓ- આવા નવા નિશાળીયાને ઉઠા ભણાવાયા છે. જયારે પીઢ પદાધિકારીઓની બદલી પાછળ કાટી ફાવી ગઈ છે. તેવું સ્પષ્ટ ચિત્ર ઉપસી રહ્યું છેે.જો માંગણી મુજબ બદલી કરવામાં આવી હોય તો બેલેન્સ પણ જળવાયું હોવુ જોઈએ જયાં પ૦૦ થી ૭૦૦ માનવ વસ્તી છે તેવા સેજા તલાટીથી ભરાયેલા હોય છે જયારે પ૦૦૦ થી ૬૦૦૦ વસ્તીવાળા સેજા ખાલી છે તેના પાછળ કયો મોરલો કળા કરી ગયો છે. જયાં તલાટી – મંત્રી ૧ અને ર નંબર ભરાયેલા છે ત્યાં રેવેન્યુ તલાટીની કોઈ કામગીરી નથી તો શા માટે બે જગ્યા પુરાયેલા છે. જયારે અંતરિયાળ અને છેવાડાના સેજા ખાલી છે જો આ જયાં ર જગ્યા ભરાયેલી છે ત્યાં ૧ ખાલી જગ્યા કરીને ત્યાં ભરતી કરવી જોઈએ પણ ઈચ્છા શક્તિનો અભાવ છે કે પછી રાજકીય ચંચુકપાત નડે છે.હાલમાં સરકારે જિલ્લા ફેર માંગણીવાળા ૧૭ તલાટીના ઓર્ડર રદ્‌ કર્યા પણ જો જિલ્લા ફેર બદલી કરી છુટા કરાયા હોય તો નવા તલાટી – ભરતીમાં આ તમામ જગ્યા પુરાઈ જાત નવાઈની અને શંકા ઉપજાવે તેવી બાબત એ છે કે જો અગાઉ છુટા કરવામાં આવેલા તલાટીને તમામ નીતિ- નિયમો નડ્યા હતા તો બીજા પાંચ તલાટી – મંત્રીને જિલ્લા ફેરથી છુટા કરાયા તેને કેમ નિયમ ન નડ્યા આ બાબત જો કે સરકારી લેવલેથી ડીડીઓનું પુછાણું પણ લેવામાં આવ્યું છે અને ખુલાસો કરવાની તજવીજ પણ હાથ ધરાઈ છે જો કે સરકારે માંગણી આવી અને ભરતી માટે છુટા થઈ ગયા હોત તો આ જગ્યા પુરાઈ જાત.ભાજપના પીઢ નેતાઓ કિન્નાખોરી રાખીને બદલી પાછળ સમય અને ઉર્જા ખર્ચે છે તેના બદલે છેવાડાના ગામો તલાટી વિહોણા છે પ્રજાના કામો ઠપ્પ ગયા છે અને રાજય લેવલે નવી ભરતીમાં આ સેજા પુરાય તેવા પ્રયાસો આદરવા જોઈએ જો આમ જ થશે તો આગામી વર્ષાતે તોળાતી ગ્રાં.પં.ની ચૂંટણીમાં આ પ્રશ્ન સમરસ કરાવવા માટે ભાજપને નડશે તેવું સુત્રોએ જણાવ્યું હતું. જિલ્લા તલાટી મંડળે આ બાબતે લડત ચલાવી જોઈએ તેવું પણ જાણકારો સુચક કટકોર કરી હતી.