જિલ્લામાં જુલાઇ માસનો વાહન ફિટનેસ રીન્યુ કેમ્પ યોજાશે

કચ્છ જીલ્લાની મોટરીંગ પબ્લિક અને વાહન માલિકોને જણાવવાનું કે, જુલાઇ-૨૦૨૧ માસનો વાહનોનો ફિટનેસ રીન્યુ કરાવવા અંગેના મુન્દ્રા ખાતે તા.૭/૭ બુધવારે, માંડવી-ભચાઉ ખાતે ૧૪/૭ બુધવારે, નખત્રાણા-રાપર ખાતે તા.૨૮/૭ બુધવારે કેમ્પ યોજવામાં આવશે. આ કેમ્પના સ્થળે સવારે ૧૦ થી ૪ વાગ્યા સુધી તમામ પ્રકારના વાહનોનું ફિટનેસ રીન્યુ કરી આપવાની કામગીરી કરી આપવામાં આવશે તેમજ ભુજ અને ગાંધીધામ કચેરીએ પણ આ કામગીરી કરી આપવામાં આવશે તેવું પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી, ભુજ-કચ્છ દ્વારા જણાવાયું છે.