જિલ્લાની ભાગોળેથી કચ્છમાં ઘુસાડાતા ર૪.૭૯ લાખનો શરાબ ઝડપાયો

માળિયા નજીક આણીયારી ટોલનાકા પરથી રાજકોટ આર.આર.સેલે ટ્રકમાંથી પકડ્યો દારૂ

 

ભુજ : કચ્છ જિલ્લાની ભાગોળે નેશનલ હાઈવે પરથી આર.આર.સેલની ટીમે કચ્છમાં ઘુસાડાતો રપ લાખ જેટલો માતબર શરાબનો જથ્થો ઝડપ્યો હતો.
રાજકોટ આર.આર.સેલની ટીમે અમદાવાદ માળિયા હાઈવે પરથી દારૂ ભરેલી ટ્રકને બાતમીને આધારે ઝડપી હતી. આણીયારી ટોલનાકા નજીકથી પસાર થતી ટ્રક જી.જે. ર૦ ટી ૪૯૪૪ને આંતરીને પોલીસે તેમાથી વિવિધ બ્રાંડની ૪૬૪૪ નંગ શરાબની બોટલ કિ.રૂ. ૧૭,૧પ,૩૦૦ તેમજ પર૩૦ નંગ ક્વાર્ટરીયા કિ.રૂ. પ,ર૩,૦૦ અને બીયર ટીન નં. ર૪૧ર કિ.રૂ. ર,૪૧,ર૦૦ મળીને કુલ ર૪,૭૯,પ૦૦નો મુદ્દામાલ પોલીસે ઝડપી પાડ્યો હતો. આ સાથે જ ૧૦ લાખની ટ્રક પણ પોલીસે કબ્જે કરી હતી.
ઉલ્લેખનીય છે કે, કચ્છમાં ઘુસાડવામાં આવતો લાખોનો શરાબ અગાઉ પણ ઝડપાઈ ચૂક્યો છે, ત્યારે ફરી એકવાર પોલીસે બુટલેગરોના મનસૂબાઓ નાકામ બનાવી દીધા હતા.