જિલ્લાના સુસ્ત રાજકારણને ભોગગ્રસ્તોનો ટોણો :: ઓવરબ્રીજ તો પડયો ચુલ્લામાં.! : ભુજાેડી ફાટક પાસે એક ડાયવર્ઝન બનાવો, તોય થાય ભયોભયો..!

કેવી છે કચ્છીજનો આપણે કમનશીબી..! :  કેન્દ્ર-રાજય સરકાર લોકોની સુખાકારી વધારવા રેલવે ઓવરબ્રીજ બનાવી રહ્યા છે, પણ અટકેલા કામો, ધીમી ગતીએ થતા કામને લઈને સ્થાનિકની નેતાગીરી ઉપર સરકારનું ધ્યાન તો નથી જ દોરી શકતી..  એક ડાયવર્જન કાયદેસરનો બનવો જાેઈએ તેના માટે પણ ઠેકેદાર પાર્ટીને ફરજ નથી પાડી શકતી..? : ભુજાેડી ઓવરબ્રીજ તો બનતો નથી, અહી તાજમહેલ જ બનાવાઈ રહ્યો છે એટલે દાયકાઓ તો વીતી જ જશે.., પણ ડાયવર્જન અને સર્વિસ રોડ સાઈડમાથી બની જાય તે માટે તો કોઈ એક રાજકારણી તો મોઢામાં ભરેલા મગ કાઢો..?

ગાંધીધામ : એકતરફ દેશના વર્તમાન વડાપ્રધાન અને રાજયના સંવેદનશીલ મુખ્યપ્રધાન કચ્છ પ્રત્યે લાડકા જીલ્લા સમાન હેત વરસાવી રહ્યા છે. કચ્છ માંગે તે પહેલા તો છુટાહાથે મદદ ગુજરાત સરકાર દ્વારા કરવામા આવી રહી છે. હાલમાં કોરોનાના કાળમાં પણ અબોલ પશુઓને માટે પણ સબસીડીની જાહેરાત માંગ અનુસાર જ થવા પામી ગઈ છે પણ વર્તમાન સ્થાનિક રાજકારણને કેવો ડર સતાવી રહ્યો છે કે, સરકારે મંજુર કેરલા અને ચિંતાસેવેલા કામો ગોકળ ગતિએ જ ચાલી રહ્યા હોવા છતા પણ કોઈ કંઈ જ સરકારનુ ધ્યાન દોરવા પણ આગળ આવતા જ ન હોય તેવી સ્થિતી સર્જાવવા પામી ગઈ છે.

અહી વાત કરી રહ્યા છે કે, ભુજાેડી પાસે એકાદ દાયકાથી લગભગ લગભગ બની રહેલા ભુજાેડી ફાટક ઓવરબ્રીજની. આ કામ સતત ઘોંચમા જ પડી રહ્યુ છે, પાછલા અમુક સમયથી કામ ચાલે છે તો પણ ગોકળગતિએ ચાલે છે. તેના કારણો ચકાસવા, કામ ઝડપી કઈ રીતે કરી શકાય તેની કોઈ જ સ્થાનિકના રાજકારણીઓ તસ્દી જ લેતા દેખાતા નથી. આવા સમયે ભોગગ્રસ્તો કે જે અહી છાશવારે કલાકોના ટ્રાફિક જામમાં ફસાઈ જાય છે તેઓ દ્વારા કડક ટકોર કરતા કહેવાય છે કે, ભુજાેડી ખાતે ઓવરબ્રીજ તો પડયો ચુલ્લામાં., કચ્છના રાજકીય જગતમાં આ બ્રીજ પુરો કરાવી શકવાની તો ક્ષમતા દેખાતી જ નથી, કારણ કે આ થોડી ઓવરબ્રીજ બની રહ્યો છે, અહી તો તાજમહેલ બને છે એટલે દાયકાઓ અને સેકડાઓ લાગશે તેમ દેખાય છે પરંતુ કાયદેસરનો જે એક ડાયવર્જન અહી બનાવવો પડે તે તો બનાવી દેખાડો..! તે માટે તો કચ્છના કોઈ રાજકારણી ઠેકેદારને ફરજ પાડો.

ધોળાવા પાછળના ભાગેથી ડાયવર્જન બની શકે તેવા અભ્યાસુ મંતવ્યો પણ રજુ થઈ ચૂકયા છે. આર એન્ડ બીના સરકારી બાબુઓના કચ્છના રાજકારણીઓ કેમ નથી આમળી શકતા કાન? કચ્છના રાજકીય જગતને શુ થઈ ગયુ છે? આવા પ્રજાની પીડાના પ્રશ્નો કેમ દેખાતા જ નથી? લોકો -કચ્છીજનો હવે બ્રીજ બનવાની આશ તો ગુમાવી જ ચુકયા છે, ડાયવર્જન બનાવવા તો કેાઈ એક રાજકારણીતો મોઢામાં ભરેલા મગ કાઢો?