જિલ્લાના ત્રણ પ્રાથમિક શિક્ષકોની કરાઈ સેવા સમાપ્તી

ભુજ : પ્રાથમિક શાળાઓમાં શિક્ષણનું સ્તર સુધરે તે માટે શિક્ષણતંત્ર દ્વારા અનેકવિધ કાર્યો કરાઈ રહ્યા છે. જયારે બીજીતરફ ગુટલીબાજ શિક્ષકોના લીધે શિક્ષણનું સ્તર દિન પ્રતિદિન કથળતું જઈ રહ્યું છે. ત્યારે કચ્છ જિલ્લાના ત્રણ ગુટલીબાજ શિક્ષકોની સેવા સમાપ્તીનો નિર્ણય લેવાતા શિક્ષણ જગત ફફડાટ ફેલાઈ ગયો છે. આ અંગેની વિગતો મુજબ ઈન્ચાર્જ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી પી.કે. સર્વણકાળે જતા જતા પ્રાથમિક શાળાઓમાં સતત ગેરહાજર રહેનારા ૩ શિક્ષકોની સેવા સમાપ્તીના આદેશો કર્યા છે. આ શિક્ષકોને વારંવાર નોટીસો અપાઈ હોવા છતાં તેઓ દ્વારા કોઈ સંતોષકારક ખુલાસા ન કરાતાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. સેવા સમાપ્તી કરાયેલ શિક્ષકોમાં માલાબેન એમ. કટુડિયા મદદનીશ શિક્ષક ભીમસર પ્રાથમિક શાળા નખત્રાણા, કે.કે. મકવાણા મદશનીશ શિક્ષક આશાપર પ્રાથમિક શાળા લખપત તેમજ રૈયાણી કોમલબેન મનસુખ મદદનીશ શિક્ષક અટલનગર પ્રાથમિક શાળા ભુજનો સમાવેશ થાય છે.