જિંદાલ કંપની સામે ભૂખ હડતાલ પર બેઠલા નાના કપાયાના પૂર્વ સરપંચ પૂર્વ સરપંચના પારણા

માંડવી-મુંદરાના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં 7 માંગણીઓ સ્વીરાતા આંદોલન સમેટાયુ

મુંદરા : તાલુકામાં આવેલી જિંદાલ કંપની સામે નાના કપાયાનાં પૂર્વ સરપંચ શામજીભાઈ સોંધમ અને તેમની ટીમના સભ્યોએ ગત 25મી જૂનથી ધરણા પ્રદર્શન શરૂ કર્યુ હતુ. અને ત્રીજી જૂલાઈથી ભૂખ હડતાળ પર ઉતર્યા હતા. જો કે, માંડવી-મુંદરાના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં કંપની દ્વારા 7 માંગણીઓ સ્વીરાતા આંદોલન સમેટાયુ હતુ. નાના કપાયામાં જિંદાલ કંપની સામે યોજાયેલી બેઠકમાં માંડવી-મુંદરાનાં ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા, પ્રાંત અધિકારી શ્રીચૌધરી તેમજ કંપનીના સત્તાધિશો અને ભૂખ હડતાળ પર ઉતરાલે સામજીભાઈ સોંધમ વચ્ચે બેઠક થઈ હતી. જેમા વિવિધ સાત માંગો સંતોષવા બાબતે સમાધાન થયું હતું. અને ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાએ ઉપવાસ પર ઉતરેલા પૂર્વ સરપંચને લીંબુપાણી પીવડાવીને પારણા કરાવ્યા હતા. આજની બેઠકમાં મામલતદાર શ્રીકતીરા તેમજ મહેન્દ્રસિંહ જાડેજા, કીર્તિ રાજગોર, ધ્રુવરાજસિંહ ઝાલા, મુંદરા સુધરાઈના પ્રમુખ કિશોરસિંહ પરમાર, ડાહ્યાલાલ આહિર, કુલદીપસિંહ જાડેજા સહિતના ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા પંચાયતના મહેન્દ્રભાઇ ગઢવી અને વિરમ ગઢવી, ધમ્મભા ઝાલા, એચ.વી જાડેજા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.