જાવડેકરના વિવાદિત નિવેદનની રાજકીય ટીકા

મુંબઈઃ કેન્દ્રીય માનવ સંસાધન પ્રધાન પ્રકાશ જાવડેકરે પુણે ખાતે એક કાર્યક્રમમાં જણાવ્યું હતું કે શૈક્ષણિક સંસ્થાઓએ પોતાની સંસ્થામાંથી ભૂતકાળમાં ભણી ગયેલા વિદ્યાર્થીઓની મદદ લેવી જોઈએ અને સરકાર પાસે મદદ માગવા દોડી જવું ન જોઈએ. જોકે આમ કહેવા જતા જાવડેકરે ‘સરકાર પાસે કટોરો લઈ દોડી ન આવવું’ એવું નિવેદન તેમની ટીકા થઈ રહી છે. વિશ્ર્‌વની મોટા ભાગની શૈક્ષણિક સંસ્થાઓ અને યુનિવર્સિટીઓમાં આ રીતે જ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓની મદદ લેવામાં આવે છે. જ્ઞાન પ્રબોધિની સ્કૂલનું ઉદાહરણ આપતા તેમણે જણાવ્યું હતું કે આ સંસ્થા આ રીતે જ ૫૦ વર્ષ પૂરાં કરી શકી છે.