જામનગર વકીલ હત્યા કેસ : જયેશ પટેલે વીડીયો વાયરલ કર્યો

કોન્ટ્રાકટ કીલરના પૈસા મે નથી આપ્યા : પૂૃર્વ સાંસદના પુત્રએ કહ્યુ કે, મને ફસાવાઈ રહ્યો છે : હાલમાં આફ્રીકામાં હોવાનો દાવો, સમય આવશે ન્યાયતંત્રના સહારે સરેન્ડર કરવાની કરી વાત

જામનગર : જામનગરમાં સરાજાહેર એક વકીલની હત્યા કરી દેવાઈ હતી તેમાં પૂર્વ સાંસદના પુત્ર જયેશ પટેલને મુખ્ય આરોપી તરીકે દર્શાવાય છે ત્યારે આ અંગે આજ રોજ જયેશ પટેલ દ્વારા વીડીયો વાયરલ કરવામા આવ્યો છે અને કહેવાયુ છે કે, તેઓને આ કેસમાં ખોટા ફસાવાયા છે. હાલમાં તેઓ આફ્રીકામાં છે. ન્યાયતંત્રમાં તેમને વિશ્વાસ છે અને તેના સહારે જ તેઓ સરેન્ડર કરશે. તેમના ડ્રાયવર સહિત બે લોકો નિદોર્ષ હોવાની વાત પણ તેમણે આ વીડીયોમાં કરી છે.