જામનગરમાં અઠવાડિયા પૂર્વે થયેલી યુવકની હત્યા મામલે ૫ આરોપીઓની ધરપકડ

(જી.એન.એસ.)જામનગર,જામનગર શહેરમાં જૂની અદાવતમાં એક સપ્તાહ પહેલે થયેલી માથાકૂટ માં બે યુવાનો પર નવ જેટલા શખ્સોએ કરેલા હુમલામાં એક વ્યક્તિનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. ત્યારબાદ બનાવ હત્યામાં પલટાયો હતો અને પોલીસે હત્યાની કલમનો ઉમેરો કરી પાંચ શખ્સોની ધરપકડ કરી રિમાન્ડ માટે તજવીજ હાથ ધરી છે ત્યારે અન્ય શખ્સોની શોધખોળ કરવામાં આવી રહી છે.જામનગર શહેરના હર્ષદમીલની ચાલીમાં રહેતા અબ્દુલ ભાઈ કાસમભાઈ ખફી અને સાબીર સલીમ નામના બંને યુવાનો જીઆઇડીસી ઉદ્યોગ નગર કારખાનામાંથી સાંજે કામ કરી પરત ફરી રહ્યા હતા ત્યારે બાઇક લઇને પોતાના ઘરે જતા હતા અને બન્ને યુવાન રણજીતસાગર રોડ પર મારુ કંસારા ફાઉન્ડેશન સામેથી પસાર થતા હતા ત્યારે જૂની અદાવત થી માથાકૂટ કરી હતી તેમાં ઇમરાન અબુ પતાણી, મુસ્તાક મહમદ ખફી, અલ્તાફ હનીફ ખીરા, હાજી ઉફે કયુંમ સબીરભાઈ ખીરા, મહેબૂબ અને ચાર અજાણ્યા શખ્સોએ હુમલો કર્યો હતો જેમાં બે યુવાનને ઇજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા અને ચાર અજાણ્યા શખ્સ સહિત નવ શખ્સો સામે ગુનો નોંધાયો હતો. જેમાં ત્રણ દિવસ પહેલા સાબીરનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. ત્યારે આ બનાવ હત્યામાં પલટાયો હતો.