જાપાનમાં વરસાદથી તબાહી : મૃત્યુઆંક ૧૩૦

હિરોશિમા : જાપાનમાં ભારે વરસાદના ભારે નુકસાન થયુ છે. ચારેબાજુ તબાહીના ચિત્ર સ્પષ્ટપણે જોઇ શકાય છે. બચાવ અને રાહત કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે પરંતુ લાખો લોકો હજુ પણ મુશ્કેલીમાં છે. અનેક લોકો વિજળી વગર રહી રહ્યા છે. લોકોને હજુ પણ છતો પર આશ્રય લેવાની ફરજ પડી રહી છે. બચાવ અને રાહત કામગીરામાં ૭૦૦ હેલિકોપ્ટરની મદદ લેવામાં આવી રહી છે. સાથે સાથે મોતનો આંકડો સતત વધી રહ્યો છે. આ આંકડો વધીને હવે ૧૩૦ ઉપર પહોંચી ગયો છે. મોટી સંખ્યામાં લોકો હજુ લાપતા થયેલા છે. જે ડઝનથી વધુ લોકો હાલમાં લાપતા થયેલા છે તેમના બચવાની શક્યતા ઓછી દેખાઇ રહી છે. પુરથી ભારે નુકસાન બાદ બુધવારથી બેલ્જિયમં, ફ્રાન્સ, સાઉદી અરેબિયા અને ઇજિપ્તની યાત્રા પર જનાર વડાપ્રધાન શિંજો આબેએ તેમની યાત્રા રદ કરી દીધી છે. તેઓ હવે સીધી રીતે પુરગ્રસ્ત વિસ્તારોંમાં પહોંચનાર છે. ફસાયેલા લોકોને બચાવી લેવા માટે ૭૦ હજાર ઇમરજન્સી વર્કરોને રોકવામાં આવ્યા છે. સુરક્ષાદળ, સેના જવાનો જે બચાવ અને રાહત કામગીરીમાં છે તેમની સંખ્યા ૭૩૦૦૦ જેટલી છે. ભારે વરસાદ બાદ હજુ પણ જનજીવન સંપૂર્ણપણે ખોરવાયેલુ છે. મોટા ભાગના વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતી છે. બચાવ અને રાહત કામગીરીમાં હેલિકોપ્ટરની સેવા લેવામાં આવી રહી છે. કેટલાક વિસ્તારોમાં મકાનો પણ ડુબી ગયા છે. જાપાન સરકારે કહ્યુ છે કે ભારે વરસાદના કારણે હજુ સુધી ૧૩૦ લોકોના મોત થઇ ચુક્યા છે. ચીફ સેક્રેટરી યોસિદી સુગાએ સોમવારના દિવસે આજે સવારે કહ્યુ હતુ કે ૧૩૦ લોકોના મોતના અહેવાલને સમર્થન મળી ચુક્યુ છે. ૧૩ લોકો લાપતા થયેલા છે. રાહત અને બચાવ કામગીરીમાં ૭૦૦થી વધારે હેલિકોપ્ટર લાગેલા છે. ફસાયેલા લોકોને સુરક્ષિત બચાવી લેવાના પ્રયાસો થઇ રહ્યા છે. પશ્ચિમી જાપાનમાં સ્થિતી સૌથી વધારે ખરાબ થયેલી છે. કેટલાક ગામ પૂર્ણ રીતે ડુબી ગયા છે. કેટલાક લોકો બચવા માટે છત પર આશ્રય લઇ રહ્યા છે. ભારે વરસાદના કારણે એકાએક પુરની સ્થિતી સર્જાઇ ગઇ છે. ભેખડો ધસી પડવાના બનાવો બની રહ્યા છે. ભારે વરસાદ અને પુરના કારણે આશરે ૨૦ લાખ લોકોને પ્રતિકુળ અસર થઇ રહી છે. સેંકડો લોકો ઘાયલ થયા છે. હિરોશિમા પ્રાંતના અધિકારીએ કહ્યુ હતુ કે અમે ૨૩ કલાક બચાવ અને રાહત કામગીરીમાં લાગેલા છે. પાણી અને ગેસ કનેક્શન સ્થાપિત કરવાના પ્રયાસો ચાલી રહ્યા છે. ૨૦ લાખથી વધુ લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવી ચુક્યા છે. સેંકડો મકાનો સંપૂર્ણપણે નાશ પામ્યા છે અથવા તો નુકસાન પામી ચુક્યા છે. એક વિસ્તારમાં સતત ત્રણ કલાક સુધી વરસાદના લીધે હાલત કફોડી બની છે. હિરોસિમા સહિતના વિસ્તારોમાં ભારે નુકસાન થયું છે. ૫૪૦૦૦થી વધુ લોકોને સુરક્ષિત ખસેડવામાં આવી ચુક્યા છે. જાપાનમાં ભારે વરસાદ બાદ હવે રોગચાળાની દહેશત પણ પ્નવર્તી રહી છે. જો કે સુરક્ષા દળો અને તંત્ર દ્વારા હાલમાં લોકોને બચાવી લેવા પર ધ્યાન કેન્દ્રિત કર્યુ છે. તેમની પ્રથમ પ્રાથમિકતા એ છે.