જાપાનના શિઝુઓકા પ્રાંતમાં ભીષણ ભૂસ્ખલનઃ મકાનો વહેવા લાગ્યા

(જી.એન.એસ.)ટોકિયો,જાપાનના શિઝુઓકા પ્રાંતમાં ભીષણ ભૂસ્ખલનની ખોફનાક તસવીરો સામે આવી છે. આ ઘટનાનો ખોફનાક વીડિયો સામે આવ્યો છે. ભૂસ્ખલનની ઝપટમાં આવવાથી વિસ્તારના કેટલાય મકાન પત્તાના મહેલની જેમ પડી ગયા છે. કહેવાય છે કે રાજધાની ટોક્યોના પશ્ચિમી અતામી શહેરમાં માટીનું ધોવાણ થવાથી કેટલાંય મકાનો વહી જવાથી ઓછામાં ઓછા ૨૦ લોકો ગુમ થઇ ગયા છે.જાપાની અધિકારીઓએ તેની માહિતી આપી છે. મધ્ય જાપાનના શિઝુઓકા પ્રાંતમાં ઇમરજન્સી અધિકારીઓએ કહ્યું કે આ ઘટના શનિવાર સવારે અતામી શહેરમાં બની. અધિકારીઓએ કહ્યું કે કમ સે કમ ૨૦ લોકો ગુમ થયા છે અને બચાવકર્મી તેની શોધ કરી રહ્યા છે. અત્યારે કોઇના મોતની પુષ્ટિ થઇ નથી. જાપાના આ સપ્તાહની શરૂઆતથી જ ભારે વરસાદ પડી રહ્યો છે.ભૂસ્ખલન થતાં આખો વિસ્તાર કીચડ અને કાટમાળથી ઢંકાઇ ગયા છે. આ જ રીતે તબાહીનો મંજર જોવા મળ્યું. સ્થાનિક અધિકારીઓએ સેલ્ફ ડિફેન્સ ફોર્સના જવાનોની પણ મદદ માંગી છે. કહેવાય છે કે આ ભૂસ્ખલન સવારે ૧૦.૩૦ વાગ્યે આવ્યું. આ વિસ્તારમાં કેટલાંય હોટ સ્પા રિસોર્ટ છે. આ બધાની વચ્ચે પ્રધાનમંત્રી યોશિહિદે સૂગાએ આપદા મંત્રી યાસૂફૂમી તાનાહાશી સાથે વાત કરી છે.આજુબાજુની નદીઓનું જળસ્તર વધી રહ્યું છે અને સ્થાનિક સરકારે લોકોને એલર્ટ રહેવાનું કહત્યું છે.