જાપાનના ઓસાકામાં ભૂકંપથી તબાહી

૬.૧ની તીવ્રતાના ધરતીકંપથી ઓસાગામાં અફરાતફરી : રસ્તાઓ ફાટયા – અનેક ઈમારતો ધરાશાયી : લોકોમાં ગભરાટ : ૩ના મોત : ૪૦થી વધુ ઘાયલ : મૃતાંક વધવાની વકી : વિમાન-ટ્રેન સેવા બાધિત : વિજળી સેવા અટકાવાઈ : ર૩ વર્ષ બાદ મોટા ભુકંપથી ઓસાકા ધણધણ્યું

 

ર૦૧૧ના ભૂકંપમાં ૧૮ હજારના થયા હતા મોત
ટોકીયો : આ અગાઉ જાપાનમાં ગત ૧૧ માર્ચ ર૦૧૧ના રો આવેલા ૦ની તીવ્રતા સાથેના ભુકંપથી તે વખતે ૧૮ હજાર લોકેના મોત થયા હતા અને તે સમયે કુકુશીમા પરમાણું પાવર પ્લાન્ટને ભારે નુકસાન થયું હતું.

 

ભુકંપ બાદ કેટલાક શહેરોમાં લાગી આગ
ટોકીયો : ઓસાકા શહેરમાં આજ રોજ ૭.ર૮ કલાકે આવેલા ભુકંપનું કેન્દ્રબિંદુ શહેર નજીક ૧પ.૪ કીમી નીચે હોવાનું જાણવા મળ્યુ છે. ભુકંપ બાદ કેટલાંક વિસ્તારમાં આગ લાગ્યાનીઘટના પણ બની હતી. જો કે મિહામા, તકાહામાં આને ઓહી પરમાણું સંયત્રમાં કોઈ નુકસાન થયુ નથી.

 

ટોકીયો : જાપાનના ઓસાક શહેરમાં આવેલા ૬.૧ની તીવ્રતા સાથેના ભુકંપના કારણે ભારે અફરાતફરી મચી ગઈ હતી. ભુકંપથી શહેરની અનેક ઈમારતોને ભારે નુકસાન થયુ છે. તેમજ રેલવે અને હઈવાી સેવા પર માઠી અસર થઈ છે. આ ભુકંપના કારણે અત્યારસ ુધીમાં ૩લોકોના મોતથયા છે જયારે અન્ય ૪૦થી વધુ લોકોને ઈજા થઈ હોવાનુ જાણવા મળી રહ્યુ છે.
જાપાની મીડિયાએ આ ભુકંપની રિકટર સ્કેલ પર ૬.૧ તીવ્રતા માપી છે. જયારે યુએસ જિયોલોજિકલ સરવે અનુસાર તેની તીવ્રતા પ.૩ જણાવાવમા આવી છે. હવામાન વિભાગની એજન્સીના જણાવ્યા અનુસાર આ ભુકંપનું એપીસેન્ટર ઓસાકા પ્રાંના ઉતત્ર ભાગમાં નોંધાયુ હતુ. જો કે ભુકંપના આંચકા બાદ સુનામી અંગે ચેતવણી આપવામા આવી નથી.
કયોડો ન્યુઝ એજન્સીના જણાવ્યા અનુસાર ભુકંપના આંચકાના કારણે ઓસાકામાં સ્વમિંગપુલની નજીક એક દીવાલ ધસી પડતા એક ૮ઢ વર્ષના બુજર્ગ અને નવ વર્ષીય બાળકીને ગંભીર ઈજા થતા તેમના મોત થયા છે. અને ભુકંપના કારણે લોકોમાં થયેલી નાસભાગના કારણે ૪૦થી વધુ લોકોને ઈજાઓ થવા પામી છે. આ ઉપરાંત અનેક લોકોને કાર્ડિયક અરેસ્ટ આવ્યાની પણ માહીતી મળી રહી છે. ભુકંપ બાદ મિહામા અને તાકાહામાં પરમાણુ સંયંત્રોમાં કોઈ પ્રકારની ગરબડ જોવા મળી નથી. આમ પણ હાલ ઓસાકા અને તેના નજીકના હ્યોગો પ્રાંતમાં વીજ પુરવઠો બંધ કરી દેવામા આવ્યો છે. જેના કારણે આ વિસ્તારના ૧.૭૦ લાખ પરીવાર પર તેની અસર જોવા મળી રહી છે. આ ઉપરાંત સલામતીના પગલારૂપે હાલ રેલવે અને હવાઈ સેવાઓ બંધ કરી દેવામા આવી છે. જાપાન સરકારે જણાવ્યુ હતુ કે અમે હાલ ભુકંપથી કેટલુ નુકસાન થયુ છે તેનું અનુમાન લગાવી રહ્યા છીએ અને અમારી પ્રાથમિકતા લોકોને સુરક્ષા પુરી પાડવાની છે.