‘જાન ન પહેચાન મૈં તેરા મહેમાન’નું મથુરાના ચોબાનું વધુ એક ગતકડું નાકામ

સમાજના સ્થાનિકના નગરસેવકો સહિતનાઓને અમદાવાદમાં સન્માન કરવાના નામે આંબાઆંબલી દેખાડી લઈ જવાના મથુરાના ચોબાના પ્લાન પર ઢોળાયું ઠંડુ પાણી : સમાજના નામે ચરી ખાતા મથુરાના ચોબાને સ્થાકિના લોકો બરાબરના ઓળખી ગયા હોવાથી મળ્યો જાકારો

 

ગાંધીધામ પધરોલા રાજકીયપક્ષના મોવડીઓને પણ સમાજના મોભી બનીને દોડી ગયેલા મથુરાના ચોબા માટે થઈ જોવા જેવી..! ‘હાલતો થા ભઈ હાલતો..તું શું છો તેનો આખોય ચિત્તાર અમારી પાસે આવી ગયો છે..હાલી શું નીકળ્યો છે.સમાજના નામે આગેવાન બનીને દોડી આવશ’ની મથુરાના ચોબાને પક્ષના પ્રદેશ ધુરંધરોએ સંભાળવી બરાબરની ખરી ખોટી…!ગાંધીધામ : જાન ન પહેચાન., મે તેરા મહેમાન, જાનમાં કોઈ જાણે નહી અને હું લાડાની ફઈ બનીને ફરતા મથુરાના ચોબાની સામે સંકુલમાં ફરીથી આતંરીક રીતે જોરદાર કચવાટનો સુર સામે આવવા પામી રહ્યો છે તો વળી આ તકસાધુ, લેભાગુ અને સમાજના નામે ચરી ખાનારાનું વધુ એક ગતકડું પણ હાલમાં ચર્ચાના એરણે હોવાનુ મનાય છે. સમાજના સ્થાનિકના નગરસેવકો સહિતનાઓને અમદાવાદમાં સન્માન કરવાના નામે આંબાઆંબલી દેખાડી લઈ જવાના મથુરાના ચોબાના પ્લાન પર ઠંડુ પાણી જ ઢોળાઈ જવા પામી ગઈ હોવાની ચર્ચા જોરશોરથી આંતરીક રીતે થવા પામી રહી છે.
સ્થાનિકના સમાજના ચૂંટાયેલા પ્રતિનિધીઓને અમદાવાદમાં સન્માન સમારોહ પોતાનો યોજાઈ રહ્યો છે તેવુ કહી અને ગોઠવણી કરનારા અને સમાજના નામે ચરી ખાતા મથુરાના ચોબાને સ્થાકિના લોકો બરાબરના ઓળખી ગયા હોવાથી આ બાબતે જોરદાર જાકારો જ મળવા પામી ગયો હોવાનુ મનાય છે. તમામ મોરચેથી પોતાની તકસાધુવાળી આદતોના લીધે ફેંકાઈ ચૂકેલા મથુરાના ચોબા ભણી હવે તો રીતસરનો ફીટકાર વરસી રહ્યો છે અને જાણકારો કહી રહ્યા છે કે, શર્મ કરો શર્મ હવે..તો બધેયથી ફેંકાઈ ગયા છે..બહુ પાણી બગાડયા વિના જ ઢાંકળીમાં મો ડુબાડો.મોં..! જબરદસ્તી મંચ પર ચડી જવુ, સન્માનની સાલ સામેથી માંગીને ઓઢી લેવી, માઈકના ભુંગડાઓ પકડી ભાષણો આપવાના અનેકવીધ શોખ ધરાવતા મથુરાના ચોબા ભણી પ્રબુદ્ધવર્ગનો ફિટકાર ધીરે ધીરે હવે ચરમસીમાએ પહોંચી રહ્યો છે.
જાનમાં કોઈ જાણે નહી અને હું લાડાની ફઈ બનીને ફરતા અને સમાજના નામે જયા ત્યા ઝંડા ઉપાડી આગેવાન બનવાના અભરખા ધરાવતા મથુરાના ચોબાને તાજેતરમાં જ રાજકીયપક્ષના પ્રદેશ મોવડીઓ પાસે પણ શર્મજનક અવસ્થામાં મૂકાવાની સ્થિતી બની હોવાનું મનાઈ રહ્યુ છે. કહેવાય છે કે, ગાંધીધામ પધારેલા રાજકીયપક્ષના મોવડીઓને પણ સમાજના મોભી બનીને દોડી ગયેલા મથુરાના ચોબા માટે થઈ જોવા જેવી..! ‘હાલતો થા ભઈ હાલતો..તું શું છો તેનો આખોય ચિત્તાર અમારી પાસે આવી ગયો છે..હાલી શું નીકળ્યો છે.સમાજના નામે આગેવાન બનીને દોડી આવશ’ની મથુરાના ચોબાને પક્ષના પ્રદેશ ધુરંધરોઅ બરાબરની ખરી ખોટી..સંભળાવી દેતા ક્ષોભ અનુભવેલા મથુરાના ચોબાને વચ્ચેથી બે ઉભા ફાડા પડાય તો પણ લોહી ન નીકળે તેવી અવસ્થામાં આવી ગયો હોવાનું જાણકારો માની રહ્યા છે. હકીકતમાં હવે તમામ મોરચેથી ફેકાઈ ગયેલા મથુરાના ચોબાએ સમાજના નામે ગતકડાઓને બંધ કરવા જ જોઈએ સાથોસાથ જરા સહેજ પણ શર્મ બાકી રહી હોય તો રોષનો ભોગ બનેલા તેનું મોઢું કાળુ કરે તે પેહલા ઢાંકણીમાં પાણી લઈ અને મોઢું ડુબાડી મરવુ જોઈએ તેવી પણ ટકોર કેટલાકે આખાબોલો વર્ગ કરી રહ્યો છે.