જળ અભિયાનને બનાવો સફળ : વાસણભાઈ આહીર

અંજાર ખાતે સુજલામ્‌ સુફલામ્‌ યોજના અંતર્ગત જળસંચયના કાર્યોની સંસદીય સચિવે કરી સમીક્ષા : સંસ્થાઓ, ઉદ્યોગગૃહો, પ્રાંત અધિકારી સહિતનાઓ રહ્યા હાજર

ગાંધીધામ : ગુજરાત સરકાર દ્વારા ગત રોજ પ્રથમ મેથી સુજલામ સુફલામ યોજના અંતર્ગત જળસંચાયના કાર્યનો રાજયવ્યાપી આરંભ કર્યો છે ત્યારે ઠેર ઠેર આ કામોની સમીક્ષાઓ પણ કરવામા આવી રહી છે. જે અંતર્ગત જ અંજારના ધારાસભ્ય અને ગુજરાતના સંસદીય સચીવ વાસણભાઈ આહીરે પણ આજ રોજ અંજાર ખાતે સુજલામ સુફલામ યોજના હેઠળ ચાલી રહેલા કાર્યોની એક સમીક્ષાત્મક બેઠક યોજી હતી. જેમાં કામનો રીપોર્ટ, પ્રગતી મેળવી અને જરૂરી સુચનો કર્યા હતા. આજની આ બેઠકમાં અંજારના પ્રાંત અધિકારી વી.વી.રબારી, મામલતદાર અંજાર, તાલુકા વિકાસ અધિકારી શ્રી ચાવડા, સિંચાઈ વિભાગના શ્રી માતા તથા સ્થાનિકના આગેોાનો ગોવીંદભાઈ કોઠારી, સંજયભાઈ દાવડા, ડેનીશાહ, કાનજીભાઈ આહીર, રીકુગર ગોસ્વામી, દીપકભાઈ આહીર, બહાદુરસિંહ જાડેજા, વિનેાદભાઈ ચોટારા, લવજીભાઈ સોરઠીયા, ક્રીપાલસિંહ જાલા, સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત અંજાર તાલુકામાં સક્રીય વેલસ્પન,માન, સુર્યા ગ્લોબલ, મોનો સ્ટીલ, સહિતના ઉદ્યેાગગૃહોના પ્રતિનિધીઓ પણ હાજર રહ્યા હતા.