જલસા કર ભાઇ જલસા કર… એક તરફ લગ્નના, બીજી તરફ ચૂંટણીના જમણવાર

ભુજ : ગુજરાતમાં લગ્નોત્સવ સાથે ચૂંટણીની મોસમના મંડાણ થઇ ગયા છે. એક તરફ લગ્નના જમણવાર ચાલી રહ્યા છે. બીજી તરફ ચૂંટણીના જમણવાર શરૂ થઇ ચૂકયા છે. કચ્છમાં પ્રથમ તબક્કે ૯ ડીસેમ્બરે મતદાન છે. ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂરી થઇ ગઇ છે. ઉમેદવારોએ  સંપર્કોનો દોર શરૂ કરી દીધો છે. રાજકીય પક્ષો દ્વારા જૂથ સભાઓ અને સંમેલનોમાં જમણવાર રાખવાની પ્રથા થઇ ગઇ છે. એક તરફ લગ્નોત્સવની મોસમ ચાલે છે. બીજી બાજુ ચૂંટણીના જમણવાર શરૂ થયા છે. વધુ લગ્નોત્સવ હોય તેવા દિવસોમાં ચૂંટણી પ્રચારમાં અસર  પડે તે સ્વભાવિક છે. અમૂક લોકોએ એક સાથે ચૂંટણી અને લગ્નના જમણવારનું આમંત્રણ હોય તો એક જગ્યાએ જમવાનો અને બીજી જગ્યાએ હાજરી આપવાનો રસ્તો અપનાવ્યો છે. એક સમયે ચૂંટણીમાં થતા તાવાનું સ્થાન હવે મનપસંદ મેનુની ફુલ થાળીએ લીધું છે.