જર્મન ચૂંટણીઃ એન્જેલા મર્કેલ ચોથીવાર બન્યા ચાન્સેલર

જર્મનીમાં રવિવારે મતદાન થઈ ગયું જેનું પરિણામ પણ આવી ગયું. એન્જેલા મર્કેલે જીત મેળવી લેતા પોતાનો ચોથો કાર્યકાળ પાકો કરી લીધો છે. વર્તમાન ચાન્સેલર એન્જેલા મર્કેલના પક્ષ ક્રિશ્ચિયન ડેમોક્રેટિક યુનિયન(સીડીયુ) તેમજ તેના હરીફ માર્ટિન શુલ્ઝની સોશિયલ ડેમોક્રેટિક પાર્ટી(એસડીપી) વચ્ચે સીધી સ્પર્ધા હતી. કેટલાક દિવસો
પહેલાં એવી સંભાવના જોવાઈ હતી કે ડોનાલ્ડ ટ્રમ્પની જેમ શુલ્ઝ પણ જર્મનીની ચૂંટણીમાં કામિયાબ થશે, પરંતુ પાછળથી સ્થિતિ બદલાઈ ગઈ હતી. મર્કેલની પાર્ટી CDUને ૩૩.૨ ટકા મતો મળ્યાં. ૧૯૪૯ની પહેલી સામાન્ય ચૂંટણી બાદ પહેલીવાર એવું બન્યું કે કોઈ પાર્ટીને ચૂંટણીમાં આટલા ઓછા મતો મળ્યાં. ઈમિગ્રેશનનો વિરોધ કરનારી આલ્ટરનેટિવ ફોર્મ જર્મની(AFD)ને ૧૩.૧ ટકા મતો મળ્યાં. કહેવાય છે કે મર્કેલે હવે અન્ય પાર્ટીઓ સાથે ગઠબંધન કરવું પડશે.