જયલલિતાના અવસાન બાદ અન્નાદ્રમુક કમજોર બિહાર બાદ તમિળનાડુ પર ભાજપનુ ધ્યાન કેન્દ્રિત થયુ

ચેન્નાઇ : પોતાની સ્થીતીને મજબુત કરવા માટે અને પોતાને દ્રવિડ વિરાસતને સંભાળી લેવા માટે પોતાને પ્રબળ દાવેદાર તરીકે રજૂ કરવા માટે ભાજપ સંપૂર્ણપણે તૈયાર છે. પૂર્વ મુખ્યપ્રધાન જે જયલલિતાના અવસાન બાદ અને ડીએમકેના વડા કરૂણાનિધી રાજનીતિમાં હવે ઓછા સક્રિય રહ્યા બાદ ખાલી જગ્યાએને પુરવા માટે ભાજપે આક્રમક તૈયારી કરી છે. ભાજપના પ્રદેશ અધ્યક્ષ ટી. સૌદરારાજને કહ્યુ છે કે અમે ૧૨૦ એવા ચૂંટણી ક્ષેત્રોની ઓળખ કરી લીધી છે જ્યાં અમારી પાર્ટીએ છેલ્લા કેટલાક વર્ષોમાં સતત સુધારો કર્યો છે. પાર્ટીની નિંવ મજબુત કરવા માટે હવે ફુલ ટાઇમ મેમ્બરોને જવાબદારી સોંપવામાં આવી છે. રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ પણ વર્ષ ૨૦૧૬માં થયેલી વિધાનસભાની ચૂંટણીમાં મળેલી હાર બાદ નવી રણનિતી પર કામ કરી રહ્યા છે. નવી રણનિતી વિકસિત કરવા પર કામ ચાલી રહ્યુ છે. ભાજપે ૧૦ હજાર હોદ્દેદારોને પોતાના વિસ્તારક કાર્યક્રમમાં વ્યસ્ત કરી દીધા છે. આ લોકોનુ કામ લોકોનુ સંપર્ક કરીને તેમને મોદી સરકારની કામગીરી અને સિદ્ધીઓ અંગે માહિતી આપવાનુ છે. સાથે સાથે વધુને વધુ લોકોને ભાજપની મેમ્બરશીપમાં સામેલ કરવા માટેનુ પણ છે.
ભાજપના એક નેતાએ માહિતી આપતા કહ્યુ છે કે જયલલિતાના વિશ્વાસપાત્ર ઉત્તરાધિકારી પન્નીરસેલ્વમ વડાપ્રધાન મોદીના પસંદ બની ગયા છે. તમિળનાડુમાં આાગામી દિવસોમાં શ્રેણીબદ્ધ બેઠકોનુ આયોજન કરવામા ંઆવી રહ્યુ છે.ભાજપે પોતાની સ્થીતીને મજબુત કરવા માટે જુદી જુદી રણનિતી પર કામ શરૂ કરી દીધુ છે.