જમ્મુ કાશ્મીરમાં આતંકીઓ અને સુરક્ષાદળો વચ્ચે અથડામણ

જમ્મુ કાશ્મીરમાં આતંકીઓ સામે સુરક્ષાદળોનું ઓપરેશન ઓલ આઉટ ચાલી રહ્યું છે. કુલગામના કાઝીગુંડ અને  પુલવામાના ત્રાલમાં આતંકીઓ સાથે અથડામણ ચાલી રહ્યુ છે.આતંકીઓ તે વિસ્તારમાં છુપાયા હોવાના આધાર પર સુરક્ષાદળોએ ઓપરેશન શરૂ કર્યું. અવંતીપુરાના ત્રાલ વિસ્તારમાં આતંકીઓને ઘેરવા માટે સુરક્ષાદળના જવાનોએ ઓપરેશન કાસો લોન્ચ કર્યુ છે.આ ઓપરેશનમાં પોલીસ અને સીઆરપીએફના જવાનો સામેલ છે. બીજુ એક એન્કાઉન્ટર કુલગામના કાજીગુંડના વાલ્ટેંગુ વિસ્તારમાં ચાલી છે. સુરક્ષાદળોએ આતંકીઓને ઘેરી રાખ્યા છે.થોડા દિવસ પહેલા દક્ષિણ કાશ્મીરના પુલવામા જિલ્લામાં રાતે આતંકીઓ અને સુરક્ષાદળો વચ્ચે થયેલી અથડામણમાં બે જવાનો શહીદ થયા હતા. જ્યારે એક આતંકીને ઠાર મારવામાં આવ્યો હતો. પુલવામાના સંબૂરામાં આ અથડામણ થઈ હતી.સુરક્ષાદળના જવાનો સર્ચ ઓપરેશન ચલાવી રહ્યા હતા તે સમયે આતંકવાદીઓએ ગોળીબાર શરૂ કર્યો હતો. અને સુરક્ષાદળોના જવાનોએ મોરચો સંભાળી લીધો હતો. જેમાં બે જવાનો શહીદ થયા જ્યારે સીઆરપીએફનો એક જવાન ઘાયલ થયો હતો.આ અગાઉ ગુરુવારે સવારે જમ્મુ કાશ્મીરના અનંતનાગમાં આતંકીઓએ સેનાના કાફલા પર હુમલો કર્યો હતો.