જનવિકલ્પ પાર્ટી કચ્છમાં ચાર બેઠક પરથી ચૂંટણીમાં ઝુકાવ્યું

ભુજ : જનવિકલ્પ મોરચો કે જેમાં જનવિકલ્પ પાર્ટી અને ઓલ ઇન્ડિયા હિન્દુસ્તાન કોંગ્રેસ પાર્ટી ઘટક પાર્ટીઓ છે. ગુજરાત વિધાનસભા ચૂંટણી ર૦૧૭ માટે કચ્છમાં નીચેના ઉમેદવારો  પસંદ કર્યા છે. આ ઉમેદવારો ઓલ ઇન્ડિયા હિન્દુસ્તાન કોંગ્રેસ પાર્ટીના ચૂંટણી ચિન્હ ટ્રેકટર ચલાવતો કિસાન છે. પ્રથમ તબક્કાની ૮૯ બેઠકોમાંથી કચ્છની ચાર બેઠકો  પરથી ચૂંટણીમાં ઝંપલાવ્યુ છે. જેમાં ૩-ભૂજમાં સુલેમાન કાસમ હીંગોરજા, ૪-અંજારમાં અરજણભાઈ ડી. આહીર, ૫-ગાંધીધામ (એસ.સી.)માં રમેશભાઈ મગાભાઈ વણકર, ૬-રાપર રમેશભાઈ કુંભાભાઈ મકવાણા (કોળી)ના સમાવેશ થાય છે.