જડોદર ગામને દારૂ રૂપી દૈત્યના દૂષણથી મુક્ત કરાવો

ગ્રામજનો ઉપલી કક્ષાએ જતા હતા ત્યાં સ્થાનિક પોલીસ દોડી આવીઃ પોલીસે ગ્રામ્યજનો સાથે બેઠક કરી દારૂની સમસ્યા દુર કરશે

નખત્રાણા : હાલ નખત્રાણા તાલુકામાં દારૂના દુષ્ણનો વધારો થયો છે તેમાં પણ જડોદરા ગામમાં અગાઉ અનેક વખત રજુઆતો કર્યા છતાં દેશી અને અંગ્રેજી દારૂ ખુલ્લેઆમ વેચાઈ છે અને યુવાધન બરબાદ થાય છે. આવી ફરિયાદો લઈને જડોદરા ગ્રામજનો એસ.પી. સમક્ષ રજુઆત કરવા છતાં પહેલા સ્થાનિક પોલીસ દોડી આવી હતી અને આ સ્મસયા દુર કરવાની ખાત્રી આપી હતી. તાલુકાના જડોદર ગામે છેલ્લા ઘણા સમયથી દારૂનું દુષણ વધી જતા ગ્રામજનોએ આ દુષણને ડામવા માટે એક બેઠક બોલાવી હતી જેમાં ગામને દારૂના દૂષણમાંથી મુક્ત કરવા અંગેની રજૂઆતો કરાઈ હતી.
છેલ્લા ઘણા સમયથી સાંજ પડે ને જળોદર ગામે દારૂડિયા તત્વો છાકટા બની ધાંધલ કરતા જોવા મળે છે જેના કારણે ગામની એકલદોકલ મહિલાઓને બહાર નીકળવું મુશ્કેલ બને છે.અહીં દારૂનો વેપાર કરવા માટે બાજુના ગામમાંથી તેમજ સ્થાનિક કેટલા તત્વો દ્વારા ખુલ્લેઆમ દારૂનો વેપાર કરાઈ રહ્યો છે જેના કારણે યુવાધન આ દૂષણને કારણે ગેરમાર્ગે દોરાઇ રહ્યું છે તેમજ લોકો પણ આ દૂષણમાં ઘરકાવ ન થાય અને ગામમાં દુષણ ન વધે એ માટે એક બેઠકનું આયોજન કરાયું હતું. જેમાં ગામના સરપંચ વનીતાબેન ગોસ્વામી, ઉપસરપંચ સમેજા અબ્દુલ હુસેન, તાલુકા પંચાયત સદસ્ય ઉત્પલસિંહ જાડેજા, માજી સરપંચ સલમાન મંધરા ભલુભા કુંભાર, અનિલ લાલજી ધલ સહિતના ગ્રામજનોએ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી પોલીસ સમક્ષ ગામમાં વધતા દારૂ રૂપી દૈત્યના દૂષણને ડામવા, ગામને વ્યસન મુક્ત કરવા મહિલાઓ, ગ્રામજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી પોલીસ જમાદાર પિંકરાજસિંહ સોલંકી સમક્ષ દારૂડિયા તત્વોની સાનો ઠેકાણે લાવવા રજૂઆતો કરી હતી.પોલીસ દ્વારા પણ ગ્રામ્યજનોને સંતોષકારક જવાબ આપ્યો હતો અને આવા તત્વો પોલીસની પકડથી દૂર ન રહે અને ક્યાંય દારૂનું વેચાણ કરતા કે પીધેલા જણાય તો ગ્રામજનોએ પણ
પોલીસને સહયોગ આપવા પોલીસ દ્વારા અપીલ કરાઇ હતી.