જજ વિવાદમાં સરકાર એકસનમાં : CJIને મળ્યા PM મોદીના પ્રધાન સચિવ

નવી દિલ્હીઃ સુપ્રિમ કોર્ટના ૪ જજીસ તરફથી પત્રકાર
પરિષદ સંબોધાઈ હતી અને તેમાં ચીફ જસ્ટીસ ઓફ ઈન્ડિયા (સીજેઆઈ) દિપક મિશ્રાને ઘેરવામાં આવ્યા બાદ હવે સમાધાનના પ્રયત્નો શરૂ થયા છે. શનિવારે સવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રધાન સચિવ નૃપેન્દ્ર મિશ્ર સીજેઆઈ સાથે મુલાકાત લેવા પહોંચ્યા હતા.ત્યાં સામે પોતાના ઘરેથી નિકળતા એટર્ની જનરલ કે કે વેણુગોપાલે કહ્યું કે આશા છે કે પુરો મામલો વ્યવસ્થિત રીતે નિરાકરણ પામે. જેનાથી સંકેત મળી રહ્યા છે કે સરકાર આ વિવાદને ઠંડો પાડવાની સક્રીય ભૂમિકામાં આવી ગઈ છે.શુક્રવારે પણ એટર્ની જનરલ અને સીજેઆઈએ પુરા વિવાદ પર મીટિંગ કરી ચર્ચા કરી હતી. દેશના ઈતિહાસમાં એ પહેલી વાર છે જ્યારે સુપ્રીમ કોર્ટના જજીસએ આંતરિક વિવાદને મીડિયા સામે લાવવાનો નિર્ણય કર્યો હોય. આ વચ્ચે પુરા વિવાદને લઈને સુપ્રિમ કોર્ટની બાર અશોશિયેશને પણ શનિવારે સાંજે ૫ કલાકે મીટિંગ બોલાવી હતી. આ બેઠક બાદ એશોશિયેશનની તરફથી ૪ જજીસના નિવેદનને પગલે ઊભી થયેલી સ્થિતિ અંગે વાત કરવા માટે પ્રેસ કોન્ફરન્સ પણ કરાશે.