જજોનું મીડિયા સામે આવવાથી સુપ્રીમ કોર્ટ બાર એસા.માં હલચલ

નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટના ચાર જજો તરફથી કરવામાં આવેલી પ્રેસ કોન્ફરન્સ બાદ આ મામલો સામે આવ્યો છે. સુપ્રીમ કોર્ટે બાર એસોસિએશનની આ સંદર્ભે બેઠક બોલાવી છે અને એસોસિએશન તરફથી પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી શકે છે. કોર્ટમાં ચાલી રહેલી ભૂલોના કારણે સુપ્રીમ કોર્ટના સીનિયર જજ નારાજ છે. જજોએ અગાઉ ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયાને આ બાબતે કેટલીક વાર વાતચીત પણ કરી, પરંતુ કોઈ ઉકેલ ના આવવાથી તેમણે મીડિયા સામે આવવાનો નિર્ણય લીધો. બાર એસોસિએશનના પ્રેસિડેન્ટ વિકાસ સિંહે કહ્યું કે જો તે મીડિયા સામે આવ્યા હતા તો તેમણે કંઈક અગત્યનું કહેવુ જોઈતુ હતુ. માત્ર લોકોના મગજમાં ન્યાયતંત્ર વિરુદ્ધ ગેરસમજ પેદા કરવી યોગ્ય નથી સાથે જ તે પણ નક્કી નથી કે તે જસ્ટિસ લોયાના કેસ પર કંઈક નિવેદન આપશે. ગઈકાલે ૪ જજોની પ્રેસ કોન્ફરન્સમાં જસ્ટિસ રંજન ગોગઈ, જસ્ટિસ કુરિયન જોસેફ, જસ્ટિસ ચેલામેશ્વર અને જસ્ટિસ મદન ભીમરાવ હાજર રહ્યા. જજોએ કહ્યું કે ન્યાયતંત્રમાં કેટલાક મહિનાઓથી બધુ બરાબર ચાલી રહ્યુ નથી અને આવુ જ રહ્યુ તો લોકતંત્ર ચાલી શકશે નહીં.