જગતાત સાવધાન : કાલથી નહી મળે નર્મદાનીર

ગુજરાત સરકાર દ્વારા ૧પમી માર્ચથી નર્મદા ડેમના પાણી ન આપવાની જાહેરાતની થશે અમલવારી

ગાંધીનગર : ઉનાળામાં રવી પાક નર્મદા આધારીત લેનારાઓ માટે આવતીકાલથી મુશ્કેલીમાં વધારો થવા પામી શકે તેમ છે. ગુજરાત સરકાર દ્વારા આ વખતે નર્મદા ડેમમાં નીરની આવક ઓછી રહેતા ખેડુતોને સિંચાઈ માટે ઉનાળામાં પાણી આપવામાં નહી આવે તેમ જણાવી દીધુ છે અને તેની અમલવારી આવતીકાલ ૧પમી માર્ચથી શરૂ થવા પામી શકે તેમ છે. નર્મદા આધારીત ખેતી લેતા ખેડુતોની મુશ્કેલીમાં વધાોર થવા પામી જશે.
સરદાર સરોવર ડેમની સપાટીમાં સતત ઘટાડો થવા પામી રહ્યો છે. આઈબીપીટી ટર્નલમાથી પણ પાણીની આવકમાં ઘટાડો જ નોંધાયો છે. હાલમાં રપ૭૪ જેટલી આવક રહેવા પામી છે. હાલની ડેમની જળસપાટીની વાત કરીએ તો ૧૦પ.૮૧ રહેવા પામી ગઈ છે તો વળી ૯૦૦૦ કયુસેક પાણી નર્મદા કેનાલમાથી છોડવામા આવ્યુ છે.