જખૌ ૩૦૦ કરોડ ડ્રગ્સકાંડ : કચ્છમાં નશાના કારોબારીઓ કોણ?

 • એટીએસ-દ્વારકા પોલીસ – પ.કચ્છ એસઓજીની સતર્કતા સરાહનીય

દેવભુમિ દ્વારકા એસઓજી-એટીએસ અને પશ્ચીમ કચ્છ પોલીસની સંકલનભરી દેશહિતની કામગીરી સરાહનીય :કરાંચીથી પંજાબ સુધી હેરોઈનનો જથ્થો મોકલવાના કારસ્તાનને પકડી પાડયું..

જખૌથી વાયા કચ્છ-ગુજરાત થઈને પંજાબ સુધીના નેટવર્કનો હવે થવો જોઈએ ખુલાસો : અગાઉ કચ્છના માંડવીથી જામનગરના સલાયા, ઉંજા, રાજસ્થાન, પંજાબ અને કાશ્મીર સુધીની હેરોઈન પ્રકરણની જોડાઈ ચૂકી છે મસમોટી કડીઓ : હેરોઈનના આવા જ મોટા રેકેટની ફરીથી સેવાય છે ગંધ

શાહીદ – આરીફસુમરા અને ’હાજી’ નામના સખ્સના આક્કાઓ કોણ ? : માંડવી કચ્છથી પંજાબ સુધીના નેટવર્કનો થવો જોઈએ ખુલાસો

અગાઉ કચ્છમાં ઝડપાયેલા કરોડોના ડ્રગ્સ – હેરોઈન પ્રકરણમાં શહીદ – આરીફ રાજીનામાના સખ્સની ભૂમિકા કનેકશન છે કે કેમ ? તે પણ થવી જોઈએ તપાસ

ગાંધીધામ : ઈન્ડિયન કોસ્ટ ગાર્ડ અને ગુજરાત એટીએસએ સંયુક્ત ઓપરેશન પાર પાડી કચ્છની આંતરરાષ્ટ્રીય બોર્ડરના દરિયામાંથી રૂપિયા ૧૫૦ કરોડનું ડ્રગ્સ સહિત ૮ પાકિસ્તાની શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. કચ્છની આંતરરાષ્ટ્રીય બોર્ડરના દરિયામાંથી ઈન્ડિયન કોસ્ટ ગાર્ડ અને ગુજરાત એટીએસએ ૮ પાકિસ્તાની શખ્સોને રૂપિયા ૧૫૦ કરોડનું ડ્રગ્સ સાથે ઝડપી પાડ્યા છે. આ તમામ પાકિસ્તાની શખ્સોને કચ્છના જખૌ કોસ્ટગાર્ડ ખાતે લાવવામાં આવ્યા હતા. હાલ તો પાકિસ્તાની શખ્સોની સઘન પૂછપરછ શરૂ કરાઇ છે. પાકિસ્તાનથી સપ્લાય થયેલો ડ્રગ્સ કચ્છ વાટેથી ગુજરાત થઈ અને પંજાબ સુધી પહોંચાડવાનુ આયોજન-કારસો ઘડાયો હોવાનુ પ્રાથમિક અનુમાન અંકાઈ રહ્યુ છે.સાથોસાથ કચ્છના માંડવીના સખ્સની જથ્થો સ્વીકારનાર તરીકે ભૂમિકા ખુલી ચુકી છે ત્યારે આ પ્રકરણના અનેકવીધ નવા ખુલાસા થાય તે મનાઈ રહ્યું છે.દરમયાન જ હવે બીજીતરફ એ સવાલ થવા પામી રહ્યો છે કે, કરાંચીથી જખૌ જળસીમાએ ૩૦ કીલો ડ્રગ્સનો આ જથ્થો પહોચી આવે તે બાદ તેને પંજાબ પહોંચાડવાને માટે પણ અનેકવીધ કડીરૂપ ભૂમિકાઓની જરૂરીયાત રહેલી જ હોય છે. એટીએસ સહિતની એજન્સીઓ આ બાબતે ઘનિષ્ઠ તપાસ કરી જ રહી છે ત્યારે જાણકારો દ્વારા કહેવાય છે કે, કચ્છના જખૌથી પંજાબ સુધી આ ડ્રગ્સનો જથ્થો કયા રૂટ મારફતે, કેવી રીતે, કોની કોની મદદગારી સાથે પહોંચાડવાનું આખુ નેટવર્ક તૈયાર કરવામા આવ્યુ હતુ? તે દીશામાં તપાસ થવી ખુબજ જરૂરી બની રહી છે.

 • ટેટર ફડીંગના એંગલથી પણ કરો તપાસ
  હેરોઈનના પૈસા કેવી રીતે ચુકવાના હતા? કોણ કરવાનુ હતુ ચુકવણી? લોકલમાં કોને થવાની હતી આ રકમની ચુકવણી?

ડ્રગ્સના વેપલાનો પૈસો આંતકવાદમાં વપરાતો હોવાની છે સર્વસામાન્ય સમજ
ગાંધીધામ : નાપાક દેશના આક્કાઓ ભારતમાં નશાનો કાળો કારોબાર આદરીને તેનાથી થતી રકમનો ઉપયોગ પણ આતંકદા, હથીયારો-વિસ્ફોટકો સહિતમાં કરી રહ્યા હોવાના ખુલાસાઓ અનેકવખત થવા પામી ચૂકયા છે. દરમ્યાન જ હવે ૩૦૦ કરોડની રકમના આંતરરાષ્ટ્રીય કિમંતવાળા ડ્રગ્સના જથ્થા સાથે આઠ પાકીસ્તાનીઓ અહી પકડાઈ ગયા છે ત્યારે હકીકતમાં આ પ્રકારના ડ્રગ્સને કચ્છ-ગુજરાત અને પંજાબમાં ઠાલવવા બદલ કોને કોને રકમ મળવાની હતી? કેટકેટલી રકમ મળવા પાત્ર હતી? તે સહિતની માહીતીઓ પણ તપાસમા પ્રાથમિકતાના તબક્કે જ શોધવામાં આવે તે જરૂરી છે અને ટેરર એંગલથી પણ આ કેસની તપાસ એટીએસ જેવી એજન્સી આદરે તે પણ એટલુ જ હિતાવહ કહી શકાય તેમ છે.

 • જખૌથી હેરોઈનનો જથ્થો કેવી રીતે મોકલવાનો હતો પંજાબ?
  માંડવીના સખ્સની સંડોવણી પ્રાથમીક તપાસમાં ખુલી છે ત્યારે હવે કચ્છના નશાના ધંધામાં આખાય નેટવર્ક પરથી પડદો ઉચકાશે ખરૂં ?

અગાઉ હેરોઈન હેરફેરમાં ટ્રાન્સપોર્ટેશન સહિતમાં ગાંધીધામમાંથી ત્રણ શખ્સોને ઉઠાવાયા હતા
ગાંધીધામ : નેાધનીય છે કે, આવા હેરોઈનના જથ્થાને એક રાજયથી બીજા રાજય સુધી પહોચાડવી હોય તો સ્થાનિકના સોર્સ વિના તે શકય બની શકતુ નથી? દરમિયાનજ એજન્સીઓએ વધુ એક વખત માંડવીના સખ્સની ભૂમિકા પ્રાથમિક તપાસમાં ખોલી લીધી છે ત્યારે કચ્છમાં ડ્રગ્સના લોકલ કેરીયરના વધુ નામો ખુલી તે દિશામાં તપાસ કરીવી ઘટે.તેનો દાખલો આથી પહેલા પણ પ૦૦ કરોડના હિરોઈનના પ્રકરણમાં માંડવીના બેથી વધુ શખ્સો, જામનગરનો એક શખ્સ, અન્ય ઉંજા-રાજસ્થાન, પંજાબ અને કાશ્મીર સુધી લાંબું નેટવર્ક હોવાનો ખુલાસો એજન્સીઓ દ્વારા જ કરવામા આવી ચૂકયો છે. એટલે કચ્છમાં આ પ્રકારના નશાની ખેપના કેરિયર તરીકે કોણ રહ્યુ હતુ, પંજાબ સુધી તેને પહોચાડવા કચ્છમાથી આ જથ્થો કેવી રીતે કલીયર થવાનો હતો, કોણ કચ્છ બહાર આ જથ્થો લઈ જવાના હતા? તે સહિતની ઘનિષ્ઠ તપાસ થાય તો કચ્છમાં નશાના કારોબારનો ફરીથી ફુલ્યોફાલ્યો નેટવર્ક બહાર આવી શકે તેમ મનાય છે.

 • ૩ સીમકાર્ડની તપાસમાં આંતરરાષ્ટ્રીય હેરોઈન રેકેટ ખુલ્યું
  જખૌ નજીકથી પકડાયેલા પાકિસ્તાની નાગરિકો સાથેનું ડ્રગ્સ રેકેટમાં દેવભૂમિ દ્વારકા, કચ્છ પશ્ચિમ એસઓજી અને કોસ્ટગાર્ડના વિવિધ ઓપરેશનમાં હજુ અનેક રહસ્યો ખુલશે

ગાંધીધામ : કચ્છના જખૌમાંથી ૮ પાકિસ્તાની નાગરિકો સાથે ૧૫૦ કરોડની કિંમતનું હેરોઈન આંતરરાષ્ટ્રીય બજારમાં ૩૦૦ કરોડથી વધુનું હોવાનું અને તપાસમાં હજુ સ્થાનિકોના નામ ખુલે તેવી આશંકા વચ્ચે દેવભૂમિ દ્વારકા, કચ્છ પશ્રિ્‌ચમ એસઓજી અને કોસ્ટગાર્ડની મદદથી એટીએસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. દ્વારકા જિલ્લા પોલીસ વડા સુનિલ જોષી, ડીવાયએસપી નરેન્દ્ર ચૌધરી, એસઓજી પીઆઈ એ.ડી.પરમાર અને સ્ટાફ દ્વારા ટાપુઓમાં બાતમીદારો મારફત ગોઠવેલી વોચમાં કેટલાંક કોડવર્ડમાં સંદેશા ટ્રેસ થયા હતા. જેમાં ’નુર કાલી ચીની લેકે આ રહી હૈ.’નો સંદેશો ટ્રેક થતાં એસઓજી, એટીએસ અને ડીવાયએસપી દ્વારા તપાસ શરૂ કરતા ૩ સીમકાર્ડ ટ્રેસ થયા હતા અને તેનું પગેરૂ પંજાબમાં નીકળ્યું હતું. તે બાદ કચ્છના જખૌ દરિયાકાંઠામાં બોટ-હેરોઈનનો જથ્થો અને આઠ પાકિસ્તાનીઓને પણ આંતરી લેવામાં સફળતા મળી હતી.

 • હાજી કોર્ડવર્ડ કે પછી ડીલેવરી લેવાનો હતો?
  ૧૫૦ કરોડના હેરોઇનની ડિલીવરી લેનાર ‘હાજી’નામનો સખ્સ કોણ?

ગાંધીધામ : સંપુર્ણ ઓપરેશન સફળતા પુર્વક પુર્ણ કર્યા બાદ તપાસનીસ વિવિધ એજન્સીઓએ કેટલીક મહત્વની માહિતી તો મળી છે. પરંતુ હજુ તપાસમા ધણા મુદ્દાઓ છે. જેની વિગતો મેળવવાની બાકી છે. આ જથ્થો ક્યા ઉતારવાનો હતો તે તો સામે આવ્યુ નથી પરંતુ કચ્છ અથવા ગુજરાતના કોઇ દરિયે આ જથ્થો ઉતારવાનો હોવાનુ અનુમાન છે. ૮ પાકિસ્તાની ધુસણખોરની પુછપરછમાં તેઓ કોઇ હાજી નામના વ્યક્તિનુ નામ આપી રહ્યા છે. શુ હાજી કોઇ વ્યક્તિ છે. જે ડિલેવરી લેવા આવવાનો હતો કે પછી ડ્રગ્સના આ કિસ્સામાં હાજી નામનો કોડવર્ડ તરીકે ઉપયોગ કરાયો હતો તે જાણવુ જરૂરી છે. કરાચીના રહેવાસી તમામ ૮ પાકિસ્તાનીઓને ડ્રગ્સનો જથ્થો કોણે આપ્યો અહી કોને આપવાનુ હતુ. અને શુ કોઇ આંતકી સંગઠન કે પછી ડ્રગ્સ માફીયા સાથે આ ધુસણખોરોનો સંપર્ક છે. કે નહી તે તપાસ માટે ખુબ મહત્વનુ છે. જેની તપાસ માટે ૧૨ દિવસના રીમાન્ડ મેળવ્યા હતા હવે વિવિધ એજન્સીઓ લોકેસન સહિત મળેલી પ્રાથમીક માહિતીના આધારે તપાસ કરશે સરકાર તરફે કલ્પેશ ગોસ્વીમીએ રીમાન્ડના મુદ્દાઓ રજુ કરી કેસની ગંભીરતાના આધારે ૧૨ દિવસના રીમાન્ડ ભુજ સ્પેશીયલ કોર્ટમાંથી મેળવ્યા હતા.

 • કેરીયર સમાન ૮ સખ્સોના મુળીયા કેટલા ઉંડા ?

ગાંધીધામ : બોટમાંથી મુર્તજા યામીન સિંધી, યામીન ઉંમર સિંધી,મુસ્તફા યામીન સિંધી,નસઉલ્લાહ યામીન સિંધી,હુસેન ઇબ્રાહીમ સિંધી,સાલેમામ અબ્દુલા સિંધી, મહમંદ યાસીન મલ્લા, અને રફીક આમદ મલ્લા ઝડપાયા હતા જે તમામ કરાચીના રહેવાસી છે. ત્યારે કેરીયર થઇને આવેલા ૮ શખ્સોના મુળ કેટલા ઉંડા છે. અને ભારતમાં આવેલા આ જથ્થો ક્યા ઉતારવાનો હતો અને કોની કોની મદદદથી તે તમામ તપાસ એજન્સીઓ રીમાન્ડ દરમ્યાન કરશે તો કચ્છમાં અવાર-નવાર ડ્રગ્સ ધુસાડવાના પ્રયત્નો થઇ રહ્યા છે. ત્યારે તેની પાછળ ક્યા મોટા ડ્રગ્સ માફીયાનો હાથ છે. તે પણ રાષ્ટ્રીય સુરક્ષા એજન્સીઓ માટે મહત્વનો રહેશે.

 • હેરોઈન પંજાબ જવાનું હતું કે અન્યત્ર?ઈનપુટસ કેટલા સાચા? તપાસ થવી ઘટે

ગાંધીધામ : ગુજરાતની પોલીસ અને એટીએસ દ્વારા હેરોઈનના કન્સાઈન્ટમેન્ટને પકડી પડાયુ છે અને તેમા પ્રાથમિક રીતે ટ્રેસ થયેલા સંદેશાઓમાં જણાયુ છે તે અનુસાર કરાંચથી જખો પાસે પકડાયેલો જથ્થો પંજાબ મોકલવાની વાત સામે આવી રહી છે પરંતુ એજન્સીઓએ હજુય આ હકીકતો બાબતે ચકાસણીઓ કરવી પડશે? હકીકતમાં આ જથ્થો પંજાબ જ જઈ રહ્યો હતો કે પછી ગુજરાતમાં કયાંય આપવાનો હતો? તમામ એજન્સીઓ માટે ઝડપાયેલા પાકિસ્તાનીઓનું સ્થાનિક કનેકશન શું છે, આ માલ ગુજરાત માટે હતો કે પંજાબ માટે તેની તપાસ શરૂ કરવી જ જોઈએ.