જખૌ બંદર વિસ્તારમાંથી પરવાળા સાથે પકડાયેલા આરોપીના બે દિવસના રિમાન્ડ મંજૂર

નલિયા : અબડાસા રેન્જ ફોરેસ્ટના કર્મીઓ દ્વારા જખૌ બંદર વિસ્તારમાં રેડ પાડવામાં આવી હતી. જેમાં જેમાંં બે પરવાળા (કોરલ) આરોપી પાસેથી મળી આવતા તેની ધરપકડ કરાઈ હતી. ત્યારબાદ નલિયા કોર્ટમાં રજૂ કરાતા બે દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. પશ્ચિમ કચ્છ વન વિભાગના નાયબ વન સંંરક્ષક ડો. તુષાર બી. પટેલના માર્ગદર્શન હેઠળ નલિયા ઉત્તર તથા દક્ષિણ રેન્જના સંયુક્ત સ્ટાફ, આરએફઓ એમ.આઈ. પ્રજાપતિના નેતૃત્વ હેઠળ વનપાલ તેમજ વન સંરક્ષકો દ્વારા જખૌ બંદર વિસ્તારમાં રેડ દરમિયાન બે પરવાળા (કોરલ) મળી આવતા હતા. જેને તપાસ અર્થે મરીન બાયોલોજીસ્ટ જામનગર ખાતે મોકલવામાં આવ્યા હતા. જે વન્ય જીવ સંરક્ષણ અધિનિયમ ૧૯૭ર અન્વયે સિડ્યુલ-૧નું હોવાનું રિપોર્ટમા જણાતા આરોપી શેખ અજીજ અહેમદ અલીની ધરપકડ કરાઈ હતી. ત્યારબાદ નલિયા કોર્ટમાં રજૂ કરાતા બે દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે.