જખૌ દરિયામાંથી પકડાયેલ ૬ પાકિસ્તાની સામે ગુન્હો નોંધાયો

છએ છ પાકિસ્તાનીનો આજે કોર્ટમાં રજુ કરાશે

જખૌ : જખૌ મરીન પોલીફ દફતરેથી પ્રાપ્ત વિગતો મુજબ ગત તા.ર૮-૧ર-૧૭ના જખૌના દરિયામાંથી કોસ્ટગાર્ડ પેટ્રોલીંગ દરમ્યાન ભારતીય જળસીમામાં ધુસી આવેલ શિધિશગાર ૧૯૮૩૧ બી નામની બોટને ઝડપી પાડી હતી અને બોટમાં સવાર અબ્દુલ મુનાફ ઈબ્રાહીમ થૈમ (ઉ.વ.૪૦), કાસમ સુસેન મલ્લા (ઉ.વ.પ૦), આચાર સુમાર મલ્લા (ઉ.વ.૪પ), શેર અલીમામદ રહીમ મલ્લા (ઉ.વ.૩પ), સલીમ ખુદાબક્ષ બોરૈયા (ઉ.વ.૩૦), અલીમામદ જતા (ઉ.વ.૪પ) સહિત છ માછીમારોને પકડી લઈ જોઈન્ટ ઈન્ટ્રોગેશનમાં મોકલાયા હતા. આ તમામ માછીમારોનો ગઈકાલ તા.ર૯-૧-૧૮ના વિધિવત કબજો લઈ ગુન્હો નોંધી આજે કોર્ટમાં રજુ કરવા તજવીજ હાથ ધર્યાનું જાણવા મળ્યું હતું.