જખૌ જળસીમાએ નાપાક અપહરણ : પાક.ચાચીયાઓ  ૩ બોટ સાથે ૧૮ માછીમારોને ઉઠાવી ગયા

પોરબંદર : ભારતની સાથે ભુમી અને જળ સરહદે સતત છમકલા કરી રહેલા પાડોશી મુલક પાકીસ્તાન એક પછી એક અડવીતરાઓને અજમાવી જ રહ્યા છે. દરમ્યાન જ આજ રોજ જાણવા મળતી વધુ વિગતો અનુસાર પોરબંદરના દરીયામાંથી પાકીસ્તાની મરીન સિકયુરીટી એજન્સી દ્વારા ભારતીય માછીમારોનુ અપહરણ કર્યુ છે.
ચોમાસા દરમ્યાન બીચીંગ સિઝન રહી હોવાથી માછીમારો દરીયો ઓછો ખેડી રહ્યા હતા પરંતુ હાલમાં જ બીચીંગ સિઝન પૂર્ણ થતા માછીમારો દરીયાભણી વાટ પકડી છે ત્યારે પાકીસ્તાની ચાંચીયાઓએ પોત પ્રકાશતા માછીમારોમાં અને તમના પરીવારજનોમાં ફરી ચિંતાનું મોજુ ફરી વળ્યુ છે. આજ રોજ ત્રણ બોટ અને ૧૮ જેટલા માછીમારોને પાકીસ્તાનીઓ અપહરણ કરી ગયા છે.