જખૌ ચેકપોસ્ટ પાસે નશાની અસર તળે બોલેરો ચલાવતા બે પિયક્કડો પકડાયા

નલિયા : અબડાસા તાલુકાના જખૌ પોલીસ ચેકપોસ્ટ પાસે પોલીસે નશાની અસર તળે બોલેરો ચલાવતા ચાલક સહિત બે શખ્સોને પકડી પાડ્યા હતા.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર ગત સાંજે જખૌ પીએસઆઈ એમ.કે. વાઘેલા તથા સ્ટાફના કૃષ્ણદેવસિંહ ગોહિલ, વસનાભાઈ પ્રજાપતિ ચેકપોસ્ટ ઉપર વાહન ચેકીંગ કરતા હતા ત્યારે બોલેરો જીપકાર નંબર જીજે. ૧ર. બીવી. ૦૪૧૮ને ચેક કરતા તેના ચાલક જેઠા અલી કોલી (ઉ.વ.૩પ)ની અસર તળે હોઈ જ્યારે તેની બાજુમાં બેઠેલા વેલા મંગલ રબારી (ઉ.વ.રપ) (રહે. નુધાતડ તા.અબડાસા) પણ પીધેલ હોઈ બન્નેની ધરપકડ કરી ૩ લાખની બોલેરો કબજે લઈ અલાયતી ફોજદારી ફરિયાદો નોંધી હવાલાતમાં ધકેલી
દીધા હતા.