જખૌમાં જમીન કૌભાંડ : સરપંચ સહિત ત્રણ ભૂમાફીયાઓ સામે ફોજદારી

વારસાઈમાં મળેલ ત્રણ ખેતરો તથા પ્લોટના જાણી દસ્તાવેજા બનાવી મહિલાના નામે ચડાવી દેવાઈ : પોલીસે શરૂ કરી છાનભીન

નલિયા : અબડાસા તાલુકાના જખૌ ગામે રહેતા યુવકને પિતાની વારસાઈમાં મળેલ મિલ્કતોના બોગસ દસ્તાવેજ બનાવી ગામની જ મહિલાના નામે ચડાવી દેવાના કિસ્સામાં સરપંચ સહિત ત્રણ ભૂમાડીયાઓ સામે ફોજદારી નોંધાઈ હતી.
જખૌ પોલીસ મથકના પીએસઓ ધેવરચંદ મોરીયાએ વિગતો આપતા જણાવેલ કે જમીન કૌભાંડનો બનાવ ૬-૪-૧૬ તથા તે પહેલા ગમે તે વખતે જખૌ ગ્રામ પંચાયત કચેરી ખાતે બનવા પામ્યો હતો. અબ્દુલ્લા શિયાળ ઉર્ફે હુશેન સુયા (મુસ્લીમ) (ઉ.વ.૩૭) (રહે. જખૌ તા.અબડાસા)ની ફરિયાદને ટાંકીને વધુ વિગતો આપતા જણાવેલ કે સુયા નૂરબાઈ હસબા આમદ તથા હસબા આમદ સુયા તેમજ જે-તે વખતના સરપંચ તથા તપાસમાં જેની સંડોવણી નિકળે તે બધા (રહે. જખૌ) પૈકી નૂરબાઈ સુયાએ તેઓના પિતાની વારસાઈમાં તેઓને મળેલ પ્લોટ નંબર ૪/ર૮૮ તથા ત્રણ ખેતરો જેમાં સર્વે ૬૦૩/ર, ૬૦૪/ર તથા ૧૦/૬૩નું ખોટું સોગંદનામું બનાવી ખરા તરીકે ઉપયોગ કરી હસબા આમદ સુયાએ સોગંદનામામાં ખોટી ઓળખ આપી જે-તે વખતની પંચાયત બોડીએ સામાન્ય સભામાં નૂરબાઈ સુયાની અરજી મંજુર રાખી જે આધારે તેઓની કિંમતી મિલ્કતો પ્લોટ તથા ખેતરોને નૂરમાઈ સુયાના નામે ચડાવી દઈ તેઓ સાથે વિશ્વાસઘાત ઠગાઈ કરતા જખૌ પોલીસે આરોપીઓ સામે આઈપીસી ૪૬પ, ૪૬૭, ૪૬૮, ૪૭૧, ૧૧૪ હેઠળ ગુનો નોંધી પોલીસ ઈન્સપેકટર એમ.જે. બોકસાએ તપાસ હાથ ધરી હતી. વર્ષ ર૦૧૬ના તાત્કાલિન સરપંચ સહિતના શખ્સો સામે જમીન સંદર્ભેનો ગુનો નોંધાતા ચકચાર મચી જવા પામી હતી.