છેલ્લા છ દિવસથી એલઆઈબી પાસપોર્ટ શાખાનું ડોંગલ બંધ

પૂર્વ કચ્છ પોલીસમાં ગાંધીધામ જઈને અરજીઓ કરાઈ રહી છે ઓનલાઈન

 

ભુજ : પશ્ચિમ કચ્છ જિલ્લાની એલઆઈબી શાખાનું પાસપોર્ટ ડોંગલ છેલ્લા છ દિવસથી બંધ થઈ ગયું છે, ત્યારે હજારોની સંખ્યામાં પાસપોર્ટની અરજીઓનો ભરાવો થયો છે, જેના નિકાલ માટે પશ્ચિમ કચ્છ પોલીસ ગાંધીધામ પૂર્વ કચ્છ પોલીસની એલઆઈબી કચેરીમાં જઈને કામગીરી કરી રહી છે.
પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષક એમ.એસ. ભરાડા, એએસપી રવિ તેજા વાસમ શેટ્ટીના માર્ગદર્શન હેઠળ એલઆઈબી પોલીસ ઈન્સ્પેકટર બી.આર. ડાંગર સહિતના સ્ટાફ દ્વારા પાસપોર્ટ વિભાગના ડોંગલને શરૂ કરવા પ્રયાસો હાથ ધરાયા છે. દરમિયાન રિજીયોનલ પાસ પોર્ટ ઓફિસ ટાટા કન્સલટન્સી સર્વિસ દિલ્હીના સંપર્કમાં રહીને પૂર્વ કચ્છ જિલ્લાના પોલીસ વડાની ડિઝીટલ સાઈનનો ઉપયોગ કરવાની મંજૂરી મેળવવામાં આવી છે અને એસ.પી. એમ.એસ. ભરાડાની સુચનાથી એક જ દિવસમાં ર૦૭ર પાસપોર્ટ ઓનલાઈન કરીને દરેક પાસપોર્ટ ધારકોની અરજીઓ પીઆરઓ અમદાવાદ ખાતે મોકલવામાં આવી છે તો જયાં સુધી પ. કચ્છ જિલ્લા પોલીસની એઆઈબી શાખાના પાસપોર્ટ વિભાગનું ડોંગલ બંધ રહે ત્યાં સુધી પાસપોર્ટ ધારકોને મુશ્કેલી ન થાય તે માટે ગાંધીધામથી કાર્યવાહી કરવામાં આવશે તો પશ્ચિમ કચ્છ જિલ્લાનું ડોંગલ પણ તાત્કાલિક ઈસ્યુ કરવા માટે પ. કચ્છ એસ.પી. એમ.એસ. ભરાડા દ્વારા સબંધિત ખાતાઓને રજૂઆત કરાઈ છે.