છસરા પાસેની હોટલમાંથી છ હજારના શરાબ સાથે શખ્સ પકડાયો

મુન્દ્રા : મુન્દ્રા-અંજાર હાઈવે ઉપર આવેલ છસરા ગામ પાસેની હોટલ પાછળ પોલીસે છાપો મારી ૬ હજારની કિંમતની ૧પ બોટલ શરાબ સાથે એક શખ્સને ઝડપી લીધો હતો. પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર પશ્ચિમ કચ્છ એસપી એમ.એસ. ભરાડાના માર્ગદર્શન હેઠળ મુન્દ્રા પીઆઈ એમ.એન. ચૌહાણની સૂચનાથી ડિસ્ટાફના સહાયક ફોજદાર પ્રદિપસિંહ ઝાલા સાથે સ્ટાફના વાલાભાઈ આહિર, ખોડુભા ચૂડાસમા સહિતના સ્ટાફે છસરા ગામ પાસે આવેલી મનસા બાબા હોટલ પાછળ છાપો મારી મુન્નીલાલ ભીકમસિંહ શાહને ૭પ૦ એમએલ શરાબની બ્લુય જીન વ્હીસ્કીની બોટલો નંગ ૧પ કિં.રૂા.૬૦૦૦ના મુદ્દામાલ સાથે પકડી પાડી સલાખો પાછળ ધકેલી દીધો હતો. દારૂનો જથ્થો કયાંથી લાવેલ અને હોટલ પાછળ કેટલા સમયથી વેપલો કરતો હતો તે જાણવા રિમાન્ડ મેળવવા કાર્યવાહી હાથ ધરી છે.