છત્તે ટોલનાકે ભુજ-ભચાઉ વાયા દુધઈ માર્ગ કેમ છે બિસ્માર હાલતમાં? : સાવ માટીપગા જ છો કે, શું? કચ્છીમાડુઓનો ધારાસભ્યોને સણસણતો સવાલ..??

ભુજ-ભચાઉ વાયા દુધઈ માર્ગની હાલત છે અતિ દયનીય : લટકામાં ટોલપ્લાજા તો વસુલાત ચાલુ જ રાખી છે, ટોલનાકું હોવા છતા પણ રસ્તાની કેમ ખખડધજ હાલત.? : સાંસદશ્રી-ધારાસભ્યશ્રીઓ કેમ સામુહીક રીતે આવા પ્રશ્નો બાબતે કયારે રજુઆત કરતા દેખાતા જ નથી? : કચ્છની પ્રજા પીડાય-પાયમાલ થાય તેનાથી આ રાજકારણીઓને કોઈ જ ફર્ક શુદ્ધા નથી પડતો કે શુ? માત્ર મારૂ શું..મારૂ શું..માં જ રચ્ચાપચ્યા રહે છે..! : વર્તમાન સમયે કચ્છમાં થતા કામોનો જશ કચ્છીમંત્રી લઈ રહ્યા છે, આ કામો પોતે જ જહેમત ઉઠાવીને કરાવી રહ્યા છે, ઉપરાંત પણ ભુજ-ભચાઉના માર્ગનુ કામ કરાવવાનો જશ કેમ નથી લેતા? મંત્રીશ્રી કેમ આ બાબતે મૌન છે

ગાંધીધામ : કચ્છની નેતાગીરી તદન બિનઅસરકારક બની રહી હોય અથવા તો માત્ર અને માત્ર પાંકે કુરોની જ નીતી અપનાતવી હોય તેમ જિલ્લાની પ્રજાને સતાવતા મોટા પ્રશ્નો લાંબા સમયથી પડતર પડયા છે પણ આ રાજકારણીઓના પેટનુ પાણી હાલતું જ ન હોય તેવી સ્થિતી સર્જાતા આવો કચવાટ સામે આવવા પામી રહ્ય છે. આ બાબતે આખાબોલા વર્ગમાં થતી ચર્ચાઓમા ડોકીયુ કરીએ તો, સવાલ થવા પામી રહ્યા છે કે, આપણા ધારાસભ્યોને થયુ છે શુ? કચ્છમાં ધારાસભ્ય છે કે નહી તે પણ સમજાતું નથી. ફકત ફોટોસેશનમાં જ જાેવા મળે છે. આ ધારાસભ્યો ફોટાઓમા દેખાય છે એટલે હયાત છે એમ તો નકકી થાય છે, પણ પ્રજાને પડતી હાલાકી-પીડાની મદદમાં આવવાની ઈચ્છાશકિતનો તેમનામાં અભાવ હોય તેવુ પણ સાથેસાથ જાેવાઈ રહ્યુ છે. પ્રજા પાયમાલ થઈ રહી છ, પારાવારા મુક્શેલી અનુભવી રહી છે, છતા આ ધારાસભ્ય તેવા પ્રશ્નો બાબતે કેમ ચુપ છે? કોનો ડર સતાવી રહ્યો છે આ પ્રજાકિય પ્રતિનિધિઓને? હકીકતમાં ગાંધીનગર કક્ષાએ જે રજુઆત કરવાની ધારાસભ્યને-એમપીની જવાબદારીઓ છે. તે સાવ મૌન થઈ ગયા હોય તેવુ દેખાય છે.  સાવ માટી પગા જ બની ગયા છો કે શુ? આવા સણસણતા સવાલો હવે પ્રજાજનો કચ્છના ધારાસભ્યોને પુછી રહ્યા હોવાનો ગણગણાટ ઠેર ઠેરથી ઉભો થવા પામી રહ્યો છે.

હા, આ વિષય ફરીથી એટલા માટે અહી ચર્ચાય છે કે, ભુજથી વાયા દુધઈ ભચાઉનો રોડ તદન બિસ્માર અને ગાડાવાટમાં ફેરવાઈ જવા પામી ગયો છે. અહી આવા અતિ ખખડધજ બની ગયેલા માર્ગનો ટોલ પણ વસુલાઈ રહ્યો છે? તેમ છતા પણ રસ્તાની હાલત કેમ આટલી દયનીય બની જવા પામી ગઈ છે? ભુજ-ભચાઉના માર્ગને દુરસ્ત કરવા, તમામ ધારાસભ્યો અને એમપી સાથે મળીને કેમ રજુઆત કરતા નથી? ગુજરાતના ઉપમુખ્યપ્રધાન નીતિનભાઈ પટેલ જેવા પ્રજાભિમુખ છબીવાળા છે. પ્રજાના કામો કરવાની ટેેવવાળા છે. ફકત યોગ્ય રજુઆત કરવાની હોય છે એટલે યોગ્ય કામ વીના વિલંબે થઈ જ જાય છે. અને તેમાંય કચ્છની વાત આવે એટલે વિજયભાઈ અને નીતિનભાઈ પટેલે ત્વિરતાથી એ વિષયો પર ધ્યાન આપતા જ રહ્યા છે તેનો સાક્ષાત્કાર કચ્છે પણ જાેયો છે. પણ ખાટલે મોટી ખોટ તો એ જ છે કે, આપણા ધારાસભ્યોને પોતાના કામોનીચિંતા વધુ હોય છે. રજુઆત કરવા જઈએ અને કોઈ મુશ્કેલી આવી પડે તો? શું કચ્છના ધારાસભ્યો તદન માટીપગા જ થઈ ગયા છે? આપણા ધારાસભ્યો તો ચુપ છે પણ જે ગાડીઓ-ટ્રકો અહીથી ટોલ વસુલ્યા પછી પણ ખખડધજ માર્ગ પરથી પસાર થાય છે તે ટ્રક એસોસીએશનના હેાદેદારો પણ મુંગામંતર બેઠા છે? આવુ કેમ?આ રોડની હાલત તદન દયાજનક છે, ગાડીઓની હાલ પણ રસ્તાના કારણે બહુજ નુકસાની ભોગવી રહી છે. ટ્રકોમા રોડના કારણે મોટુ નુકસાન ભોગવવાનો વારો આવે છે. તેમ છતા ટ્રક એસોસીએશનના પ્રમુખ કેમ ચુપ છે? તેઓ તો મંત્રીશ્રીના પુત્ર હોઈને સારામાં સારી અસરકારક રજુઆત કરી શકે તેમ છે?શુ તેઓ ફકત હોદાઓ માટે જ પ્રમુખ બની ગયા છે? કેમ કડક થઈને આ બાબતે કોઈ કદમ ઉઠાવાતા દેખાતા નથી? જરૂર પડે તો ટોલનાકાવાળા પાસે પણ ગાડીઓના ચક્કાજામ સુધી કરી દેખાડવા જાેઈએ આ પ્રમુખશ્રીએ? તેના બદલે કેમ પ્રમુખ તદન મુકપ્રેક્ષક બનીને આ તમાશાને જાેઈ રહ્યા હોય તેમ જ દેખાય છે?શુ પોતાની ગાડીઓના ટોલનાકા નથી લેવાતા? વસુલાતા? કે પછી બોલતા લાજ-શરમ નડી રહી છે? સૌ જાણે છે કે, કચ્છના મંત્રીનો ગાંધીનગરમાં પ્રભાવ બહુ જ છે. હાલમાં જ જીઈબીમાં કચ્છમા ંનિમણુકો અપાવી  અને આ ઉપરાંતના અનેક કામો થયા તે બધા પાછળ પોતે જ એક કચ્છમાથી થતા કામો અંગે મહેનત કરે છે તેવુ નિવેદનોમાં પણ જાેવા મળી આવ્ય છે. તો શુ તેમને ટ્રક એસો.ના પ્રમુખ રજુઆત કરીને પ્રજાને પાયમાલીમાંથી ઉગારી ન શકે? ટ્રાન્સપોર્ટરો બરબાદ થઈ રહ્યા છે પણ તેમના માટે કંઈ કરવાની કેમ ઈચ્છા નથી થતી? કે પછી ખબર છે કે રજુઆત કર્યા પછી પણ ભુજ-ભચાઉ વાયા દુધઈનો માર્ગ થવાનો નથી એટલે ચૂપ છે.કે પછી ભુજાેડી બ્રીજનુ કામ પણ ગોકળગતિએ જે રીતે સતત ચાલી રહ્યુ છે, અનેકવાર રજુઆતો અને બેઠકો કરીને અધિકારીઓને તતડાવ્યાના મોટામથાડે નિવેદનો છપાયા બાદપણ ભુજાેડી ઓવરબ્રીજ આજે અદ્વરતાલ જલટકેલો તો ભુજ-ભચાઉની રજુઆતમાં શુ ઉકાળી લેશુ.? તેવુ સમજી ચૂકયા છે એમ તો નથી ને?બીજીતરફ ચેમ્બરવાળા નવા સવા હોદેદારો-પ્રમુખ બન્યા તે પણ ધોળા લુગડા પહેરીને ભુજાેડી પાસે ફોટા પડાવ્યા તે લોકો પણ કેમ ભુજ-ભચાઉ રસ્તાની હાલત સાવ ખરાબ છે તે બાબતે રજુઆત કેમ કરતા નથી? હાલમાં રસ્તો સાવ ખરાબ છે પણ હવે વરસાદ આવશે તે બાદ તો આખોય રસ્તો કાચો જ બની જાય તો પણ નવી નવાઈ નહી કહેવાય. અહી પ્રજા બેહાલ થઈ રહી છે તેના માટે કેાઈક તો આગળ આવે. હાલમાં મોટા મોટા ખાડાઓ પડી ગયા છે તે પેચીંગ વર્ક કરીને તો પુરાવો.કોક તો પેટ બાળો. સાવ કેમ દયા વગરના થઈ ગયા છો? ટ્રાન્સપોર્ટરની મદદે-ગાડી માલીકોની વહારે કોક તો આવીને દેખાડો. રાજકારણીઓ પણ નિર્ભર અને એસો.ના પ્રમુખ પણ બિનધાસ્ત એટલે હવે બીજુ કંઈ જ નહી પણ પ્રજા અનાથ થઈ ગઈ હોય તેમ લાગે છે. તદન ભમગવાન ભરોસે જ આવી ગઈ છે.