છત્તીસગઢના દંતેવાડામાં આઇઇડી બ્લાસ્ટઃ ૧૦ ઘાયલ, ૨ની હાલત ગંભીર

(જી.એન.એસ.)રાયપુર,છત્તીસગઢના નક્સલ પ્રભાવિત દંતેવાડામાં નક્સલીઓના આઈઈડીની ચપેટમાં એક ખાનગી વાહન આવી ગયુ. ઘટનામાં બે મુસાફર ગંભીરરીતે ઈજાગ્રસ્ત થઈ ગયા છે જ્યારે અન્ય લોકોને સામાન્ય ઈજા પહોંચી છે. ઘટના ગુરૂવારે સવારે ૭ઃ૩૦ વાગે માલેવાહી થાણા વિસ્તારના ઘોટિયા મોડની બતાવવામાં આવી છે.અબૂજમાડના બે ભાગોમાં વિભાજિત કરનારા નિર્માણાધીન પલ્લી-બારસૂર રોડ પર ગુરૂવારે સવારે ૭ઃ૩૦ વાગે માલેવાહી થાણા વિસ્તારમાં ઘોટિયા મોડ પર નક્સલવાદીઓએ એક બોલેરોમાં આઈઈડી બ્લાસ્ટ થયો. બોલેરોમાં સવાર ૨ મુસાફરની સ્થિતિ ગંભીર છે. જ્યારે ડ્રાઈવર સહિત ૧૦ ઈજાગ્રસ્ત છે.ઈજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર માટે બારસૂર સ્થિત પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર લાવવામાં આવી રહ્યા છે. બોલેરોમાં ૧૨ મુસાફર સવાર હતા. દંતેવાડાથી પોલીસ દળ ઘટના સ્થળ માટે રવાના થયા છે.આઈઈડી બ્લાસ્ટની જાણકારી એસપીએ આપી છે. તમામ ઈજાગ્રસ્તોને જિલ્લા હોસ્પિટલમાં દાખલ કર્યા છે. ઘટનાસ્થળે શોધખોળ કરવામાં આવી છે.